બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Salman Khan Panvel Farmhouse impacted by cyclone Nisarga iulia vantur shares videos and photos

PHOTOS / વાવાઝોડાએ સલમાનના પનવેલ ફાર્મહાઉસની જુઓ કેવી કરી નાંખી હાલત, તસવીરો આવી સામે

Noor

Last Updated: 10:56 AM, 6 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસને કારણે સલમાન અને તેની ફેમિલી અને ફ્રેન્ડ્સ તેના પનવેલ સ્થિત ફાર્મહાઉસ પર રહી રહ્યાં છે. ત્યારે નિસર્ગ વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રના ઘણાં વિસ્તારોને નુકસાન પહોંચ્યું છે. આ વાવાઝોડાને કારણે સલમાન ખાનના પનવેલવાળા ફાર્મ હાઉસ પર પણ અસર થઈ છે. સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂરે નિસર્ગ વાવાઝોડાને કારણે ફાર્મહાઉસને થયેલાં નુકસાનની તસવીરો અને વીડિયો શરે કર્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  • નિસર્ગ વાવાઝોડાને કારણે સલમાનના ફાર્મહાઉસને નુકસાન
  • વાવાઝોડાને કારણે ફાર્મહાઉસની થઈ આવી હાલત
  • તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વાયરલ

યૂલિયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર સલમાન ખાનના ફાર્મહાઉસના વીડિયો અને ફોટોઝ શેર કર્યા છે. જેમાં નિસર્ગ વાવાઝોડા પહેલાં અને પછીનો નજારો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં વાવાઝોડું, વરસાદ અને વૃક્ષો ઉખડી ગયેલાં જોવા મળી રહ્યા છે. એક તસવીરમાં યૂલિયાએ કેપ્શનમાં લખ્યું-પણ ફરી જીવન આગળ વધે છે, સૂરજ પાછો આવી ગયો નવી આશા સાથે. 

તમને જણાવી દઈએ કે, યૂલિયા અવારનવા ફાર્મહાઉસની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. અહીં સલમાન પોતાના પરિવાર અને ઈન્ડસ્ટ્રીના કેટલાક ફ્રેન્ડ્સ સાથે રહી રહ્યો છે. આ દરમિયાન સલમાન ખાનએ 3 સોન્ગ્સ પણ રિલીઝ કર્યા છે. 

એટલું જ નહીં સલમાન ખાને કોરોના દરમિયાન તેના ફાર્મહાઉસની આસપાસના લોકોને પણ રાશન દાન કર્યું અને ગામડાના લોકોની મદદ કરી રહ્યો છે. હાલમાં જ તેનો જેકલીન સાથે સાઈકલ ચલાવતા એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Cyclone Nisarga Iulia Vantur Panvel Farmhouse Salman khan Shares photos videos viral Photos
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ