બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'Salman Khan gave betel nut', stir after KRK's claim, Sanjay Nirupam caught between

સત્ય શું / 'સલમાન ખાને આપી સોપારી', KRKના દાવા બાદ મચ્યો ખળભળાટ, સંજય નિરુપમ વચ્ચે ફસાયા

Published By: Vishal Dave

Last Updated: 05:34 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કમાલખાન સોશિયલ મીડિયા પર તેણે મુકેલી એક પોસ્ટને કારણે વિવાદમાં આવ્યો છે જેમાં તેણે કહ્યું છે કે સલમાને તેને મારી નાંખવા માટે સોપારી આપી છે તેવું સંજય નિરુપમે તેને કહ્યું છે

કમાલ ખાન (KRK) મહારાષ્ટ્રમાં એક પોસ્ટને કારણે ફરી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X'પર દાવો કરતાં તેમણે લખ્યું, "હું ગયા મહિને સંજય નિરુપમને તેમના ઘરે મળ્યો હતો. તેમણે મને પૂછ્યું - કમલ, તમને સલમાન ખાન સાથે શું સમસ્યા છે? મેં કહ્યું કંઈપણ વ્યક્તિગત નથી, હું તેમની ખરાબ ફિલ્મો વિશે સારુ નથી કહેતો'

'સલમાને તારી સોપારી આપી છે તેવું મને નિરુપમે કહ્યું' 

તેમણે કહ્યું- "ઘણા રાજકારણીઓ અને પોલીસ અધિકારીઓ સલમાનના મિત્રો છે. તેણે તમારી સોપારી આપી છે. તેથી  મુંબઈ પોલીસ ગમે ત્યારે તમારું એન્કાઉન્ટર કરી દેશે. તેથી સારું રહેશે, તમે દેશ છોડી દો. મેં તેમના પર વિશ્વાસ કર્યો કારણ કે તેઓ લાંબા સમયથી રાજકારણમાં છે"

સંજય નિરુપમે આપ્યો આ ઉત્તર 
હવે ખુદ સંજય નિરુપમ તરફથી જવાબ આવ્યો છે. સંજય નિરુપમે આનો જવાબ આપતાં કહ્યું કમાલખાનજી થોડાક મહિના પહેલા ફોન પર નક્કી કરીને મને મારા નિવાસસ્થાને મળવા આવ્યા હતા, તે ખુબજ સુંદર અને ચમકદાર સૂટ પહેરીને આવ્યા હતા. જો કે મુંબઇનું હવામાન એવું છે કે મોટેભાગે લોકો અનૌપચારિક મિટીંગ માટે શૂટ નથી પહેરતા, ખેર એ તેમનો ફેંસલો હતો.  મેં તેમને ચા ઓફર કરી હતી. 

આ પણ વાંચોઃ 'AAPને 25 કરોડ આપો નહીંતર... કવિતાએ શરથ રેડ્ડીને આપી હતી ધમકી, CBIનો મોટો ધડાકો

સંજય નિરુપમે વધુમાં જણાવ્યું હતું કે, "વાતચીત દરમિયાન તેમણે પોતેજ સલમાન ખાન સાથેની તેમની દુશ્મનીનો ઉલ્લેખ કર્યો હતો. મેં કુતૂહલથી આ દુશ્મનીનું કારણ પૂછ્યું હતું. તેમણે કંઈક કહ્યું હતું, પણ મને યાદ નથી. મેં તેમને સહજભાવે જ  યાદ કરાવ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં ઘણા સલમાનના મિત્રો છે... જો તમે કોંગ્રેસમાં આવવા માંગો છો તો સારુ છે કે આ વિવાદને ખતમ કરી દો. તેમણે શું રિસ્પોન્સ આપ્યો તે મને કંઇ યાદ નથી આવતું પરંતુ એટલું ચોક્કસ છે કે સોપારી જેવા શબ્દોનો ઉપયોગ હું મારી વાતચીતમાં ક્યારેય નથી કરતો તે મને ફરી મળવાનો વાયદો કરતા ખુશી-ખુશી મારા ઘરેથી ગયા હતા.. દરવાજા સુધી હું તેમને મુકવા પણ ગયો હતો. ત્યારબાદ તેમનું ટ્વીટ જોયું તો હુ ખુદ પણ ચોંકી ગયો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Kamal Khan Salman khan congress politicians react sanjay nirupam social media kamal khan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ