ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / Salman Khan Father Salim Khan Revealed Shocking Thing About His Servant Gangaram

ખુલાસો / સલમાનની માતા આ વ્યકિતને દહેજમાં લઇને આવી હતી ઘર, તેના પર ગુસ્સે થઇને પસ્તાઇ ચૂક્યા છે સલીમ ખાન

Published By: Juhi

Last Updated: 10:48 AM, 24 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા સમય પહેલા સલમાન ખાન પોતાના બંને ભાઇઓ અને પિતા સલીમ ખાનની સાથે કપિલ શર્માના શોમાં ગયો હતો. આ શો દરમિયાન ન તો માત્ર સલમાન ખાન પરંતુ સલમાનના બંને ભાઇઓએ પોતાની પર્સનલ લાઇફ વિશે ઘણા ખુલાસા કર્યા. આ દરમિયાન સલમાનના પિતા સલીમ ખાને કપિલ શર્માને એવી વાત કરી જેણે સાંભળીને તમને પણ વિશ્વાસ નહી આવે.

ADVERTISEMENT

  • કપિલ શર્મા શોમાં પહોંચ્યા હતા સલમાન ખાન અને સલીન ખાન 
  • અરબાઝ અને સોહિલ ખાને પણ પોતાની પ્રાઇવેટ લાઇફ વિશે કર્યા ઘણા ખુલાસા

આ વાત 'ખાન' ફેમિલીના નોકર ગંગારામથી જોડાયેલી છે. જાણો કોણ છે ગંગારામ? અને તે કેમ સલમાનના પરિવારનો મહત્વનો ભાગ છે..

સલીમ ખાને કપિલ શર્માના શોમાં કહ્યુ કે, ''ઘરમાં નોકર ગંગારામ તેમના પરિવારનો મહત્વનો ભાગ છે. સલમાનની માતા સલમા લગ્ન કરીને આવ્યા ત્યારે દહેજમાં ગંગારામને સાથે લઇને આવ્યા હતા, ત્યારથી તે અમારી સાથે રહે છે અને તમામ તેમણે પ્રેમ કરે છે. સલમાન અને તેમના ભાઇઓ ગંગારામને મામા રામ કહીને બોલાવે છે.'' સલીન ખાને આગળ કહ્યુ કે, જ્યારે એક વખત મેં ગંગારામને ગુસ્સામાં વાત કરી ત્યારે સલમાએ તેમની સાથે 6 મહિના સુધી વાત કરી ન હતી.''

 

સલીમ ખાન પછી સલમાન પણ નોકર ગંગારામ વિશે એવી વાત જણાવી જેણે સાંભળીને બધા હસવા લાગ્યા હતા, સલમાને કહ્યુ કે, ''મારા રામ એલિયનની જેમ છે. તેમના ચહેરા પર ક્યારે પણ કોઇ ભાવ નથી હોતો.'' આ શોમાં ગંગારામ આવ્યા હતા પરંતુ આ વિશે કપિલ શર્મા જાણતો ન હતો. 

તમને જણાવી દઇએ કે, કપિલ શર્માના શોને સલમાન ખાન પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ શોમાં સલમાન પોતાના પરિવારની સિવાય 'ભારત' ફિલ્મનું પ્રમોશન કરવા માટે પહોંચ્યો હતો. આ સમયે તેની સાથે કેટરિના કૈફ પણ હતી. કપિલ શર્મા શોની TRP ની વાત કરવામાં આવે તો હાલમાં શૉ ટોપ પાંચમાંથી બહાર છે. 

આ સિવાય કપિલની પર્સનલ લાઇફની વાત કરવામાં આવે તો તે પિતા બનવાનો છે. તાજેતરમાં જ કપિલની પત્ની ગિન્નીનું બેબી શાવર કરવામાં આવ્યુ, જેના ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા. આ પાર્ટીમાં કપિલ શર્માના શોની ટીમ અને બોલિવુડના સેલેબ્સ પણ હાજર રહ્યા હતા.  

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Entertainment ગંગારામ વાયરલ સલમા ખાન સલમાન ખાન સલીમ ખાન સોશ્યલ મીડિયા Expose

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ