ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / salaar actor prabhas upcoming film the raja saab first look out rebel star

મનોરંજન / 'સાલાર' બાદ વધુ એક ફિલ્મમાં એક્ટર પ્રભાસ ધમાલ મચાવશે, સામે આવ્યો ફર્સ્ટ લુક

Published By: Vikram Mehta

Last Updated: 01:23 PM, 15 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ થોડા દિવસ પહેલા જ રિલીઝ થઈ હતી. ગયા વર્ષે રિલીઝ થયેલ ફિલ્મ ‘આદિપુરુષ’ ફ્લોપ થઈ હતી, પરંતુ આ સાઉથ સુપરસ્ટારે ફિલ્મ ‘સાલાર’થી દમદાર વાપસી કરી છે.

ADVERTISEMENT

  • પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ થોડા દિવસ પહેલા જ રિલીઝ થઈ હતી
  • 'સાલાર' બાદ વધુ એક ફિલ્મમાં પ્રભાસ મચાવશે ધમાલ
  • આ ફિલ્મમાં પ્રભાસનો અતરંગી અંદાજ જોવા મળશે

સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ થોડા દિવસ પહેલા જ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સઓફિસ પર શાનદાર કમાણી કરી છે. ફિલ્મ ‘સાલાર’ની કહાની અને સ્ટાર કાસ્ટની હજુ પણ ચર્ચા કરવામાં આવી રહી છે. આ ફિલ્મ હિટ થયા પછી પ્રભાસની કિસ્મત ફરી એકવાર ચમકી ઉઠી છે. ગયા વર્ષે રિલીઝ થયેલ ફિલ્મ ‘આદિપુરુષ’ ફ્લોપ થઈ હતી, પરંતુ આ સાઉથ સુપરસ્ટારે ફિલ્મ ‘સાલાર’થી દમદાર વાપસી કરી છે. હવે પ્રભાસની અપકમિંગ ફિલ્મ બાબતે ધમાકેદાર અપડેટ સામે આવી છે. 

ફિલ્મ ‘સાલાર’ની સફળતા પછી પ્રભાસની અપકમિંગ ફિલ્મ ‘ધ રાજા સાબ’ની ખાસ અંદાજમાં જાહેરાત કરવામાં આવી છે. પીપલ મીડિયા ફેક્ટરી હેઠળ નિર્દેશક મારુતિ ફિલ્મ ‘ધ રાજા સાબ’ બનાવી રહ્યા છે. આ એક રોમાન્ટીક હોર ફિલ્મ છે. આ ફિલ્મ તમિલ, કન્નડ, મલયાલમ, તેલુગુ અને હિંદીમાં રિલીઝ થશે. પ્રભાસે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘ધ રાજા સાબ’નું પોસ્ટર શેર કર્યું છે. 

પ્રભાસનો અતરંગી અંદાજ

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

ફિલ્મ ‘ધ રાજા સાબ’માં પ્રભાસ લુંગી લહેરાવતા જોવા મળી રહ્યા છે. પ્રભાસનો આ લુક ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે અને લોકોને પ્રભાસનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. પ્રભાસે ફિલ્મનું પોસ્ટર શેર કરીને લખ્યું છે કે, ‘આ ફેસ્ટિવ સીઝનમાં જોવો ‘ધ રાજા સાબ’ની પહેલી ઝલક’. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સંગીતકાર થમન આ ફિલ્મ બનાવી રહ્યા છે.

 

વધુ વાંચો: અમિતાભ બચ્ચને અયોધ્યામાં ખરીદ્યો મુંબઇથી પણ વધારે મોંઘો પ્લોટ, જાણો કેમ, કિંમત છે કરોડોમાં

પ્રભાસનો વર્કફ્રંટ
પ્રભાસ અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આ લિસ્ટમાં ફિલ્મ કલ્કિ 2898 પણ શામેલ છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ એક્ટિંગ કરતી જોવા મળશે. ટીજી વિશ્વા પ્રસાદ ફિલ્મ ‘ધ રાજા સાબ’નું પ્રોડક્શન કરી રહ્યા છે. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

સંકળાયેલા મુદ્દાઓ

Prabhas Upcoming Film Salaar raja saab first look raja saab movie raja saab poster rebel star પ્રભાસ પ્રભાસ અપકમિંગ ફિલ્મ entertainment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ