ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:44 PM, 22 January 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાનને આજે સવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર સૈફ અલી ખાનના ઘુંટણ અને ખભામાં ફ્રેક્ચર થયું છે અને તેમના ઘુંટણની સર્જરી કરવામાં આવી છે. સૈફ અલી ખાનને ઈજા કેવી રીતે પહોંચી તે અંગે કોઈ જાણકારી સામે આવી નથી. હોસ્પિટલમાં સૈફ અલી ખાનની સાથે તેમની પત્ની કરીના કપૂર ખાન હાજર છે.
સૈફ અલી ખાન હાલમાં સાઉથની ફિલ્મ ‘દેવરા’ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન બહિરાનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મમાં જુનિયર એનટીઆર લીડ રોલમાં જોવા મળશે. જબરદસ્ત એક્શનથી ભરપૂર આ ફિલ્મમાં જ્હાન્વી કપૂર પણ છે. ફિલ્મના શુટિંગ દરમિયાન સૈફ અલી ખાનને ઈજા થઈ હોવાની શક્યતા છે.
ADVERTISEMENT
સૈફ અલી ખાન સર્જરી
મુંબઈની કોકિલાબેન હોસ્પિટલ તરફથી સૈફ અલી ખાનની સર્જરી બાબતે નિવેદન આપવામાં આવ્યું નથી. સૈફ અલી ખાન અને કરીના કપૂરે પણ સોશિયલ મીડિયા પર આ અંગે કોઈ જાણકારી આપી નથી.
વધુ વાંચો: રિયન સિંગરને ચઢ્યો રામની ભક્તિનો રંગ, Aoora એ ગાયું રઘુપતિ રાઘવ રાજા રામ
ADVERTISEMENT
શુટિંગ દરમિયાન અનેક વાર ઈજા
સૈફ અલી ખાન શુટિંગ દરમિયાન ઘણી વાર ઈજા થઈ છે. વર્ષ 2016માં ફિલ્મ 'રંગૂન'ના શૂટિંગ દરમિયાન સૈફ અલી ખાનને અંગૂઠામાં ઈજા થઈ હતી, ત્યાર પછી સર્જરી કરાવવી પડી હતી. ફિલ્મ 'ક્યા કહેના'ના એક્શન સીનના શુટિંગ દરમિયાન સૈફ અલી ખાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાઇક પર સ્ટંટ કરતા સમયે સૈફ અલી ખાન લપસી ગયો હતો અને તેના માથામાં ઇજા થઇ હતી, જેથી ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ