ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : સાબરમતી નદીના પૂરથી માતરમાં તારાજી, ખેડા ધોળકા રોડ બંધ કરાયો
Last Updated: 09:42 AM, 8 September 2025
ADVERTISEMENT
ખેડા જિલ્લાના રસીકપુરા ગામમાં સાબરમતી નદીમાં આવેલે ભારે પાણીના પ્રવાહને પગલે પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. નદીના પાણી છાતી સુધી પહોંચી જતા ગામમાં જીવલેણ હાલાત ઉભા થયા છે. ગામના ઘણા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકો ઘરો છોડી સુરક્ષિત સ્થળે જવા મજબૂર બન્યા છે.
ADVERTISEMENT
રસીકપુરા ગામમાં ભારે તારાજી
પૂરના કારણે સાબરમતી નદીના કાંઠે વસેલા રસીકપુરા ગામમાં ભારે તારાજી થઈ છે. ખેતરો, રહેણાંક મકાનો અને માર્ગોમાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે લોકજીવન અસ્તવ્યસ્ત થયું છે.
ADVERTISEMENT

વાહનચાલકોને ભારે મુશ્કેલી
ADVERTISEMENT
ખેડા શહેરને સૌરાષ્ટ્ર સાથે જોડતો મુખ્ય સ્ટેટ હાઇવે પણ વરસાદી પાણી ફરી વળતા બંધ કરવો પડ્યો છે. આને લીધે પ્રવાસીઓને અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિકને વિકલ્પિક માર્ગો તરફ વાળવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT
ગામોમાં એલર્ટ જાહેર
સ્થાનિક પ્રશાસન, NDRF અને ફાયર બ્રિગેડની ટીમો બચાવ કાર્યમાં લાગી ગઈ છે. લોકોને સલામત સ્થળે ખસેડવાનું કામગીરી ચાલુ છે. રસીકપુરા અને આસપાસના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાચોઃ માઉન્ટ આબુમાં ભયાનક વરસાદ, પહાડ પરનો રસ્તાનું ધોવાણ, વાહનોની અવરજવર બંધ
પૂર આવતા માતર તાલુકામાં તારાજી સર્જી
ADVERTISEMENT
ખેડા જિલ્લાની સાબરમતી નદીમાં પૂર આવતા માતર તાલુકામાં તારાજી સર્જી હતી. સાબરમતી નદીનું પાણી પાલ્લા ગામમાં ફરી વળ્યું હતું. પાલ્લા ગામમાં સાબરમતી અને વાત્રક નદીના પાણી ઘૂસ્યા હતા. પાલ્લા અને નધાનપુર વિસ્તારમાં પાણી ભરાતા લોકોના હાલ બેહાલ થયા હતા.ખેતરોમાં પાણી ભરાઈ જતા ઉભા પાકને નુકસાન થતા ખેડૂતોમાં વ્યાપી ચિંતા વ્યાપી જવા પામી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT