ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / માઉન્ટ આબુમાં ભયાનક વરસાદ, પહાડ પરનો રસ્તાનું ધોવાણ, વાહનોની અવરજવર બંધ
Last Updated: 08:47 AM, 8 September 2025
ADVERTISEMENT
માઉન્ટ આબુ : રાજસ્થાનનું પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા કેટલાક સમયથી સતત પડી રહેલા ભારે વરસાદને પગલે માર્ગ વ્યવસ્થા ગંભીર રીતે ખોરવાઈ છે. ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો પર ભૂસખલન અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે માઉન્ટ આબુ તરફ જતો મુખ્ય માર્ગ ધોવાઈ ગયો છે.
ADVERTISEMENT
અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ
તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાતા, મોટા અને ભારે વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ખાસ કરીને બહારથી આવતા પ્રવાસીઓ માટે વાહનોની એન્ટ્રી અટકાવવામાં આવી છે. જેથી કોઈ પણ પ્રકારની દુર્ઘટનાનું જોખમ ટાળી શકાય.
ADVERTISEMENT
માઉન્ટ આબુમાં પહાડ પરનો રોડ તૂટી પડ્યો, વાહનોની અવરજવર પર અસર#mountabu #Gujarat #GujaratiNews #Rain #rainupdate #GujaratRainAlert #VTVDigital pic.twitter.com/6UhBGxQ4J1
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 8, 2025
ભારે વાહનોની અવર જવર બંધ
ADVERTISEMENT
હાલમાં માત્ર જરૂરી સેવાઓ માટેના વાહનો, જેમ કે દૂધ પહોંચાડતા વાહનો અને એમ્બ્યુલન્સને જ પ્રવેશ અપાઈ રહ્યો છે. માઉન્ટ આબુ ખાતેના સ્થાનિક તંત્રે જણાવ્યું છે કે, માર્ગના સમારકામ અને સ્થિતિનો સર્વે ચાલે છે, અને આગામી સૂચના સુધી ભારે વાહનોની અવરજવર બંધ રહેશે.
આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજથી પ્રારંભ, પ્રથમ દિવસે આ પ્રશ્નો પર થશે ચર્ચા
ADVERTISEMENT
તંત્ર દ્વારા પ્રવાસીઓને અપીલ
તંત્ર દ્વારા સ્થાનિક લોકોને અને પ્રવાસીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ હાલના પરિસ્થિતિને ધ્યાનમાં રાખી યાત્રાની યોજના મોકૂફ રાખે અને સત્તાવાર માહિતીની રાહ જુએ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT