ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બોટાદમાં બાઈકની ટક્કર તો સાબરકાંઠામાં ટ્રેક્ટરે પલટી મારી, બે અકસ્માતમાં ત્રણ લોકોના મોત

ગુજરાત / બોટાદમાં બાઈકની ટક્કર તો સાબરકાંઠામાં ટ્રેક્ટરે પલટી મારી, બે અકસ્માતમાં ત્રણ લોકોના મોત

Last Updated: 07:37 PM, 12 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદના સાળંગપુર-સેથળી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના મોત થયા છે જ્યારે 4ને ઈજાઓ પહોંચી છે.

ADVERTISEMENT

રાજ્યમાં રોજ બરોજ અકસ્માતની ઘટનાઓ વધી રહી હોય તેમ કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. બોટાદના સાળંગપુર-સેથળી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના મોત થયા છે જ્યારે 4ને ઈજાઓ પહોંચી છે. તો બીજી તરફ સાબરકાંઠામાં ઇડર ખેડબ્રહ્મા હાઇવે રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.

બોટાદમાં અકસ્માત, 2 લોકોના મોત

બોટાદના સાળંગપુર-સેથળી ગામ વચ્ચે બે બાઈક વચ્ચે કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 લોકોના મોત અને 4 ઈજાગ્રસ્ત થયા છે. અક્ષય સાથળીયા સહિત અન્ય એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બરવાળા લઈ જવાયા છે. તો 4 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સમગ્ર મામલે પોલીસ આગળની તપાસ શરુ કરી છે.

PROMOTIONAL 10

આ પણ વાંચો: પતંગ રસિકોને મોજ! જોરદાર પવન સાથે વરસાદની શક્યતા નહીંવત, પરેશ ગોસ્વામીની આગાહી

ખેડબ્રહ્મા હાઇવે પર અકસ્માત

સાબરકાંઠામાં ઇડર ખેડબ્રહ્મા હાઇવે રોડ પર અકસ્માત સર્જાયો હતો. ઈડરના બારેલા તળાવ નજીક ટ્રેકટર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે ટ્રેકટર પલ્ટી મારતાં ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું. અકસ્માતના પગલે સ્ટેટ હાઇવે રોડ પર ટ્રાફિક જામ થયું હતું. રેલ્વે લાઈનમાં કામ કરતા શ્રમિક યુવકનું મોત થતાં પરિવારમાં આક્રંદ સર્જાયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Accident News Botad Accident News Accident News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ