બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / SAAHO morning show cancelled bengaluru artist blasts makers for copying saaho poster

બોલીવુડ / SAAHO મૂકાઈ મુશ્કેલીમાં: રિલીઝ થતાં જ મોર્નિંગ શો કેન્સલ કરાયા, આર્ટવર્ક ચોરીનો આરોપ

Published By: Dhruv

Last Updated: 09:11 PM, 30 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઍક્શન થ્રિલર ફિલ્મ Saaho 30 ઓગસ્ટે 10000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ ગઈ છે. પરંતુ રિલીઝની સાથે જ ફિલ્મ પર મુશ્કેલીઓ આવી પડી છે. જ્યાં એક બાજુ કેટલીય જગ્યાઓ પર ફિલ્મના મૉર્નિંગ શો કેન્સર કરી દેવાયા છે તો બીજી બાજુ ફિલ્મ મૅકર્સ પર એક આર્ટિસ્ટે પોતાના આર્ટવર્કની ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે.

Saaho scene

ઍક્શન થ્રિલર અને મલ્ટીસ્ટારર ફિલ્મ Saaho આશરે દસ હજાર સ્ક્રીન પર રિલીઝ થવાની સાથે કેટલીક જગ્યાએ મોર્નિંગ શોને લઈને તકલીફો પડી હતી. રિપોર્ટ્સ અનુસાર ઉત્તર ભારતના કેટલાંક મોટા થિયેટર ચેઈન્સમાં લગભગ 2000 પ્રિન્ટ્સની લેટ ડિલીવરીને કારણે મૉર્નિંગ શો કેન્સલ કરવા પડ્યાં હતાં. આ પરેશાની સાહોના હિંદી વર્ઝન સાથે થઈ હતી. 

આ કારણથી કેટલાંક દર્શકો જેમણે અગાઉથી ટિકિટ બુક કરાવી રાખી હતી તેમને નિરાશા સાંપડી હતી. જ્યારે તેનાથી સૌથી વધુ નુકસાન એક્ઝીબિટીર્સને થયું હતું. બૉક્સ ઑફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર સાહોના હિંદી વર્ઝનની પ્રી-સેલ્સ કમાણી લગભગ 8.50 કરોડ રૂપિયા હતી.

Saaho scene

જ્યારે બીજી બાજુ સાહો ફિલ્મના મેકર્સ પર બેંગલુરુના (Bengaluru) એક આર્ટિસ્ટે તેનું આર્ટવર્ક ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. કંટેપરરી આર્ટિસ્ટ શિલો શિવ સુલેમાને હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના આર્ટવર્કની તસવીર શૅર કરી હતી. તેણે કહ્યું કે આ આર્ટવર્ક 2014માં જાણીતા બર્નિંગ મેન ફેસ્ટિવલની છે. આર્ટિસ્ટે આરોપ લગાવ્યો કે ફિલ્મ મેકર્સે તેની પરવાનગી વગર તેની ક્રિએટીવિટી 'પ્લસ ઍન્ડ બ્લૂમ'ને સાહોના ગીતમાં ઉપયોગ કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે પ્રભાસ સ્ટારર સાહોને પાંચ અલગ-અલગ ભાષાઓમાં તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ કરાઈ છે. ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત શ્રદ્ધા કપૂર, ચંકી પાંડે, નીલ નીતિન મુકેશ, જૅકી શ્રોફ, મહેશ માંજરેકર, મંદિરા બેદી પણ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bengaluru Bollywood Entertainment Saaho બેંગલુરૂ બોલીવુડ સાહો Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ