ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / russian powerful bomb defused with water bottle in ukraine video viral

હિંમતને દાદ દેવી પડે / જોરદાર....રશિયાના શક્તિશાળી બોમ્બને પાણીથી ડિફ્યુઝ કરાયો!, જુઓ આ ખતરનાક VIDEO

Published By: Dhruv

Last Updated: 03:24 PM, 11 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા-યુક્રેન વચ્ચે સતત 16 દિવસથી યુદ્ધ શરૂ છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક જોરદાર વીડિયો વાયરલ થયો છે. જેમાં રશિયાના એક શક્તિશાળી બોમ્બને પાણીથી ડિફ્યુઝ કરવામાં આવે છે.

ADVERTISEMENT

  • રશિયા-યુક્રેન વચ્ચેની જંગ ખતમ થવાનું નામ નથી લઇ રહી
  • રશિયાના એક શક્તિશાળી બોમ્બને ડિફ્યુઝ કરતો VIDEO વાયરલ
  • સોશિયલ મીડિયા પર VIDEO એ ધૂમ મચાવ્યો

છેલ્લાં કેટલાંય દિવસથી રશિયા-યુક્રેન વચ્ચેની જંગ ખતમ થવાનું નામ નથી લઇ રહી. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયોએ ભારે ઘૂમ મચાવી દીધી છે. જેમાં બોમ્બ ડિફ્યુઝ કરનારા બે કર્મીઓ રશિયાના એક શક્તિશાળી બોમ્બને ડિફ્યુઝ કરતા જોવા મળી રહ્યાં છે. પરંતુ નવાઇની વાત એ નથી કે તેઓ બોમ્બને ડિફ્યુઝ કરી રહ્યાં છે. પરંતુ નવાઇની વાત તો એ છે કે, તેઓ આ ખતરનાકર બોમ્બને પાણીથી ડિફ્યુઝ કરે છે. ત્યારે 31 સેકન્ડના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવી છે. જેને થોડાં જ સમયની અંદર 32 લાખથી પણ વધારે લોકોએ જોઇ કાઢ્યો છે.

આ દ્રશ્ય જોઇને ખરેખર કોઇ પણનું હ્રદય થરથરી ઉઠે

વાઇરલ થયેલી આ ક્લિપમાં તમે જોઈ શકો છો કે, રશિયા તરફથી ફેંકવામાં આવેલ એક રોકેટ વગર બ્લાસ્ટ થયે જમીન પર જ પડેલું છે. જેને યુક્રેનિકાના બે બોમ્બ નિરોધક કર્મીઓ ડિફ્યુઝ કરી રહ્યાં છે. જો કે અહીં હેરાન થવા જેવી બાબત એ છે કે, બંને શખ્સો વિના કોઇ સેફ્ટી સાથે આ શક્તિશાળી બોમ્બને ડિફ્યુઝ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ બંને શખ્સોની બહાદુરી જોઇને હેરાન થઇ ગયા છે. એમાંય મજાની વાત તો એ છે કે, તેઓએ આ બોમ્બને પાણીની બોટલથી ડિફ્યુઝ કર્યો છે. આ દ્રશ્ય જોઇને ખરેખર કોઇ પણનું હ્રદય થરથરી ઉઠે. આ વીડિયો જોયા બાદ કેટલાંક યુઝર્સના શ્વાસ પણ જાણે કે થંભી ગયા. જુઓ ખતરનાક બોમ્બને ડિફ્યુઝ કરતો આ VIDEO....
 

આ વીડિયો જોઈને અનેક યુઝર્સ હેરાન

આ વીડિયોને એક યુરોપિયન મીડિયાએ પોતાના ટ્વિટમાં @nexta_tv શેર કર્યો છે. જેની સાથે કેપ્શનમાં લખ્યું છે કે - 'બોમ્બને ડિફ્યુઝ કરવાની પ્રક્રિયા.' તમને જણાવી દઇએ કે, થોડાં જ કલાક પહેલાં આ વીડિયોને અપલોડ કરવામાં આવ્યો છે. છતાં 32 લાખથી વધુ વખત આ વીડિયો લોકોએ જોઇ લીધો. તેમાં પણ સતત સંખ્યા વધી રહી છે. આ ઉપરાંત સેંકડો લોકો તેની પર પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. આ વીડિયો જોઈને ઘણા યુઝર્સ હેરાન થઇ ગયા છે. કારણ કે શું કંઇ પાણીથી તો બોમ્બ ડિફ્યુઝ થતો હશે? એ સિવાય કેમેરામેનને પણ લોકો દાદ આપી રહ્યાં છે કે આટલી નજીકથી આ વ્યક્તિ તેનો વીડિયો શૂટ કરી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

RUSSIA UKRAINE WAR Video viral Water Bottle bomb defused russian bomb defused russian powerful bomb defused

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ