ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / Rumoured couple Sushant Singh Rajput and Rhea Chakraborty step out for Secret Holiday, Affair

અફેર / એકબીજાને ડેટ કરી રહ્યાં છે રિયા અને સુશાંત, પેરિસમાં એન્જોય કરી રહ્યા છે સિક્રેટ હોલિડે

Published By: Noor

Last Updated: 04:35 PM, 14 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિયા ચક્રવર્તી હાલમાં સુશાંતસિંહ રાજપૂત સાથે અફેરને લઇને ચર્ચામાં છે. બંને સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીર શેર કરતાં રહે છે. થોડા સમય પહેલાં સુશાંતે એક વીડિયો શેર કર્યો હતો, જે પેરિસનો હતો. આ સાથે રિયાએ પેરિસથી પોતાની તસવીર શેર કરી હતી. આ બાબત ઇત્તફાક ન હોઇ શકે કે બંને એક જ સમયે એક જ શહેરમાં અલગ અલગ રજાઓ મનાવી રહ્યાં હોય. તેના પરથી અંદાજ લગાવી શકાય કે બંને ગુપચુપ રીતે પેરિસમાં હોલિડે એન્જોય કરી રહ્યાં છે.

ADVERTISEMENT

  • સુશાંતે શેર કર્યો ડિઝનીલેન્ડ પેરિસનો વીડિયો
  • રિયાએ પણ પેરિસની એક તસવીર શેર કરી
  • બંને ઘણીવાર સાથે સમય પસાર કરતાં જોવા મળ્યાં છે

જે વીડિયો સુશાંતે શેર કર્યો હતો તે ડિઝનીલેન્ડ પેરિસનો છે, જેમાં સુશાંત ખૂબ જ ખુશ દેખાય છે અને વરસાદમાં ભીંજાતો નજરે પડે છે. આ સાથે તેણે લખ્યું છે કે જ્યાં મને મારાં સપનાં લઇ જઇ રહ્યાં છે ત્યાં હું જઇ રહ્યો છું. હું મારાં સપનાંને જીવી રહ્યો છું. આ સાથે રિયાએ પણ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. તે તસવીર પેરિસની છે. હવે એક સમયે બંને એકસાથે પેરિસની તસવીર શેર કરી રહ્યાં છે તો આ કોઇ ઇત્તફાક ન હોય. બની શકે કે આ બંને એક વાર ફરી એકબીજા સાથે સમય વીતાવવા હોલિડે પર ગયાં હોય. આ પહેલાં પણ બંને ઘણી વાર એકબીજા સાથે સમય પસાર કરતાં જોવા મળ્યાં છે. સુશાંતને આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. તેનું માનવું છે કે હજુ કંઇ પણ કહેવું ઉતાવળ હશે, કેમ કે આ બધું નવું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Rhea Chakraborty Secret Holiday Sushant Singh Rajput affair કપલ બોલીવૂડ સિકરેટ હોલિડે સુશાંત સિંહ Affair

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ