બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / royal gold biryani with 23 karat edible gold worlds most expensive gold plated biryani
Last Updated: 02:51 PM, 26 February 2021
ADVERTISEMENT
આને ખાતા પહેલા તમે તેના વિશે સાંભળીને ચોંકી જશો
બિરીયાની સૌથી પસંદગીદાર વાનગીમાંની એક છે. જ્યારે આમાં એક્સપરમેન્ટની વાત આવે ત્યારે ફુડિઝ બહું ખૂશ થઈ જાય છે. આજે તમને બિરીયાનીનું એક આવા જ એક્સપરમેન્ટ વિશે જણાવીશું. જેને ખાતા પહેલા તમે તેના વિશે સાંભળીને ચોંકી જશો. ગોલ્ડ પ્લેટેડ હાર, અંગૂઠી, ગાડી અને ચશ્મા વિશે બહું સાંભળ્યું હશે. પણ ગોલ્ડ પ્લેટેડ બિરીયાની વિશે સાંભળ્યું છે?
ADVERTISEMENT

દુબઈમાં આ બિરીયાનીની એક પ્લેટ 1000 દિરહમમાં વેચાય છે
ADVERTISEMENT
હકિકતમાં દુબઈમાં એક ભારતીય હોટલ જેને બોમ્બે બોરો કહેવામાં આવે છે. જે દુનિયામાં સૌથી મોંઘી રોયલ બિરીયાની વેચે છે. હવે તમને વિચારી રહ્યા હશો કે આ બિરીયાની કેટલી મોંઘી હોઈ શકે છે. જેવું તેનું નામ છે તેવા જ ભાવ પણ છે અને ગોલ્ડ પ્લેટેડ બિરીયાનીને ખાતા પહેલા તમારે 20 હજાર રુપિયા ખર્ચવા પડશે. દુબઈમાં આ બિરીયાનીની એક પ્લેટ 1000 દિરહમ એટલે કે 19,705. 85 રુપિયામાં વેચાય છે.
આટલી મોંઘી કેમ છે?
ADVERTISEMENT
બિરીયાનીની આ પ્લેટમાં 3 કિલો ચોખા અને મીટની સાથે મટન ચૌપ, મીટબોલ, ગ્રિલ્ડ ચિકન અને અનેક પ્રકારના કબાબ મળે છે. તેમાં સિમ્પલ ચિકન બિરીયાની ચોખા, બીજા કીમા ચોખા જ્યારે ત્રીજા સફેદ અને કેસર ચોખા હોય છે.

ADVERTISEMENT
કેમ કહેવાય છે ગોલ્ડ પ્લેટેડ
આ પ્લેટમાં કારમેલાઈજ્ડ શાકભાજી અને બીજા વ્યંજન પણ હોય છે. આને તમે તમારા ભૂખના આધાર પર આખા પરિવારને અથવા તેનાથી વધારે લોકોને ખવડાવી શકો છો. ઉલ્લેખનીય છે આને ગોલ્ડ પ્લેટેડ એટલા માટે કહેવામાં આવે છે કેમ કે થાળી પિરસતા પહેલા 23 કેરેટ સોનાના પાનમાં લપેટવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.