બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Rohit Sharma wreaks havoc creates history with his 5th century single handedly hitting 19 sixes and fours

IND vs AFG / 19 છગ્ગા-ચોગ્ગા.. હિટમેન રોહિત વીફર્યો! શતક જડી રીન્કુસિંહ સાથે બનાવી 190 રનની પાર્ટનરશિપ, સર્જ્યો રેકોર્ડ

Pravin Joshi

Last Updated: 09:41 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્મા માટે શ્રેણીની શરૂઆત સારી રહી ન હતી અને ભારતીય કેપ્ટન પ્રથમ અને બીજી મેચમાં 0 રને આઉટ થયો હતો. ત્રીજી મેચમાં રોહિતે ઉકેલ શોધી કાઢ્યો અને શાનદાર સદી ફટકારી. ફરીથી સૌથી વધુ T20 સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો.

  • રોહિત શર્માએ ફરી એકવાર પોતાની વિસ્ફોટક સ્ટાઈલથી ધૂમ મચાવી 
  • રોહિત શર્માએ ત્રીજી T-20 માં અફઘાનિસ્તાન સામે શાનદાર સદી ફટકારી
  • T20 ઈન્ટરનેશનલમાં 5 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન પણ બન્યો 

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ફરી એકવાર પોતાની વિસ્ફોટક સ્ટાઈલથી ધૂમ મચાવી દીધી છે. અફઘાનિસ્તાન સામેની પ્રથમ અને બીજી T20 મેચમાં પોતાનું ખાતું પણ ન ખોલનાર રોહિતે ત્રીજી T20 મેચમાં વિસ્ફોટક બેટિંગ કરતા શાનદાર સદી ફટકારી હતી. આ સાથે તે T20 ઈન્ટરનેશનલમાં 5 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન પણ બન્યો છે. રોહિતે આ સદી 64 બોલમાં પૂરી કરી અને ફરીથી વર્લ્ડ કપનો રેકોર્ડ પોતાના નામે કર્યો. રોહિતે રિંકુ સિંહ સાથે મળીને 190 રનની શાનદાર ભાગીદારી કરી અને ટીમ ઈન્ડિયાને 212 રનના મોટા સ્કોર સુધી પહોંચાડી. 

આ સીરિઝ સાથે રોહિત શર્મા 14 મહિના બાદ T20 ટીમમાં પરત ફર્યો છે અને તેના પર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારબાદ મોહાલીમાં રમાયેલી પ્રથમ મેચમાં તે બીજા બોલ પર જ રનઆઉટ થયો હતો અને પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. ઈન્દોરમાં રમાયેલી બીજી T20માં તે પહેલા બોલ પર જ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. મોટાભાગનાની નજર ત્રીજી મેચમાં તેના પર હતી કે તે મજબૂત ઇનિંગ્સ રમી શકશે કે નહીં. રોહિતે જબરદસ્ત સદી ફટકારીને સારો જવાબ આપ્યો હતો.

માત્ર 22 રનમાં 4 વિકેટ પડી ગયા બાદ રોહિતે ઇનિંગ સંભાળી 

અહીં પણ રોહિતની શરૂઆત સારી રહી ન હતી અને તે પ્રથમ ઓવરથી જ રન માટે સંઘર્ષ કરી રહ્યો હતો. રોહિત 7 બોલ રમીને પોતાનું ખાતું ખોલાવી શક્યો હતો. પરંતુ બીજી બાજુથી યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શિવમ દુબે અને સંજુ સેમસનના રૂપમાં 4 વિકેટ ઝડપથી પડી ગઈ હતી. માત્ર 22 રનમાં 4 વિકેટ પડી ગયા બાદ રોહિતે ઇનિંગ સંભાળી હતી. લાંબા સમય સુધી રોહિત 100થી ઓછા સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતો રહ્યો. આખરે રોહિતે બાઉન્ડ્રી ભેગી કરવાનું શરૂ કર્યું અને 41 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ પછી રોહિતે અફઘાન બોલરોને ચારે બાજુ ફટકાર્યા હતા. રોહિતે તેના બાકીના 50 રન 23 બોલમાં પૂરા કર્યા. ભારતીય કેપ્ટને 19મી ઓવરમાં સતત 6, 4 અને 4 ફટકારીને 64 બોલમાં પોતાની 5મી સદી પૂરી કરી હતી. આ સાથે તેણે પોતાનો રેકોર્ડ વધુ સારો બનાવ્યો. આ પહેલા રોહિત સિવાય સૂર્યકુમાર યાદવ અને ગ્લેન મેક્સવેલે પણ 4-4 સદી ફટકારી હતી પરંતુ રોહિત ફરીથી તે બધાથી આગળ નીકળી ગયો હતો.

વધુ વાંચો : T20 રેન્કિંગમાં ટીમ ભારતનો દબદબો, યશસ્વીની ટોપ 10માં એન્ટ્રી, અક્ષરનો 12 પોઈન્ટનો કૂદકો, નંબર 1 પર ઈન્ડિયાનો આ ખેલાડી

રિંકુનો સારો સહકાર મળ્યો

રોહિત છેલ્લે 69 બોલમાં 121 રન બનાવીને નોટઆઉટ પાછો ફર્યો હતો. આ ઇનિંગમાં રોહિતે 11 ફોર અને 8 જબરદસ્ત સિક્સર ફટકારી હતી. રોહિતની ટી20 કારકિર્દીનો આ સૌથી મોટો સ્કોર પણ છે. આ સમયગાળા દરમિયાન રોહિતને રિંકુ સિંઘનો પણ સારો ટેકો મળ્યો, જેણે મિડલ ઓર્ડરમાં ફિનિશર તરીકે ફરી એકવાર પોતાની ક્ષમતા દર્શાવી. બંનેએ માત્ર 95 બોલમાં 190 રનની ભાગીદારી કરી હતી, જે ટી20 ઈન્ટરનેશનલમાં ભારત માટે એક નવો રેકોર્ડ છે. બંનેએ છેલ્લી ઓવરમાં 5 સિક્સર સહિત 36 રન બનાવ્યા હતા. રિંકુએ માત્ર 39 બોલમાં 69 રન (2 ચોગ્ગા, 6 છગ્ગા) ફટકાર્યા હતા. બંનેએ મળીને છેલ્લી 5 ઓવરમાં 103 રન બનાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ