બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Road fell near Jivraj Park in Ahmedabad

પોલમપોલ / VIDEO: અમદાવાદમાં તંત્રએ એક મહિના પહેલા બનાવ્યો હતો રોડ, ધોધમાર વરસાદ પડ્યો અને ખૂલી ગઈ પોલ

Khyati

Last Updated: 01:41 PM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં મેઘરાજા મહેરબાન થતા તંત્રની ખૂલી પોલ, રો઼ડ રસ્તા બેસી જવા-તૂટી ગયા હોવાનુ આવ્યુ સામે, એએમસીની પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલ

  • AMCની પ્રિ-મોન્સૂન કામગીરી ફેઈલ
  • જીવરાજ પાર્ક નજીક રોડ બેસી ગયો
  • એક મહિના પહેલાં બન્યો હતો રોડ

8 જુલાઇ, શુક્રવારે અમદાવાદમાં અનરાધાર વરસાદ પડ્યો. મેઘરાજાએ તો 3 કલાકમાં આખુ અમદાવાદ પાણી પાણી કરી નાંખ્યુ. જો કે શહેરીજનો પણ કાગડોળે ધમાકેદાર વરસાદની રાહ જોઇ રહ્યા હતા. વાતાવરણમાં ઠંડકની લહેર ફરી વળી ગઇ, દાળવડાની દુકાને લાંબી લાંબી લાઇનો લાગી ગઇ. પરંતુ  સવાર પડતા જ જેવા પાણી ઓસર્યા કે તંત્રની પોલ ઉઘાડી પડી. એએમસીએ કરોડોના ખર્ચે કરેલો રોડ રસ્તાનો મેકઅપ ધોવાઇ ગયો અને જોવા મળ્યા મસમોટા ખાડા. 

પહેલા વરસાદમાં જ રસ્તા બેસી ગયા 

ધોધમાર વરસાદ પડે અને રોડ રસ્તા ન ધોવાય એવું કદી બને ખરુ ? અમદાવાદ ભલે સ્માર્ટ સિટી કહેવાતું પરંતુ વરસાદ તો તંત્રની પોલ ખોલીને જ રહે. અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારના આ દ્રશ્યો જોઇ શકો છો. પેટ્રોલ પંપ બહાર રસ્તો બેસી ગયો. લોકોનું કહેવુ છે કે થોડા સમય પહેલા જ તંત્ર દ્વારા આ રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ પહેલા જ વરસાદમાં કરોડોના ખર્ચે બનાવેલા પોલા રસ્તા ખખડધજ બની ગયા.   રસ્તા પરથી પોપડા ઉખડી ગયા, એટલે અંદાજો લગાવી શકાય છે કે રોડ રસ્તામાં વપરાયેલા મટીરિયલની ગુણવત્તા કેવી હશે.

કરોડોના ખર્ચે બનાવેલા રોડ રસ્તા ખખડધજ કેમ ?

એક તરફ કરોડોના ખર્ચે રોડ રસ્તાના ટેન્ડર પાસ કરવામાં આવે છે પરંતુ કામગીરીના નામે માત્ર પોપડા જોવા મળે છે.  ત્યારે આવી હલકી ગુણવત્તાવાળી કામગીરી માટે જવાબદાર કોણ , તંત્ર કે પછી કોન્ટ્રાક્ટરો ?  પ્રિ મોન્સૂન કામગીરીને લઇને મોટા મોટા બણગાં ફૂંકવામાં આવે છે પરંતુ વરસાદ પડતા આ વાતો પોલી સાબિત થાય છે.  વળી વોટર કમિટીના ચેરમેન જતીન પટેલ એમ કહે છે સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી એટલે સોનાના રોડ કે એવું નથી. અરે સાહેબ, અમને રસ્તા સોનાના નથી જોઇતા પરંતુ સમયસર વેરો ભરવા છતાં અમને ટેમ્પરરી સુવિધા મળે તે શું કામનું ?  ક્યાં જાય છે એ કરોડો રૂપિયા ?  રોડ રસ્તા બન્યા પછી કેમ ગુણવત્તાની નથી કરાતી ચકાસણી ? શું કોન્ટ્રાક્ટ આપ્યો એટલે  કામ પુરુ થઇ ગયુ ?  ઠેર ઠેર આવા રોડ બેસી જશે, ઠેર ઠેર ખાડાઓ પડશે તો પછી શહેરીજનો કરશે શું ? વાહનચાલકોને પડતી મુશ્કેલીનું શું ? જો આવા ખખડધજ રસ્તાને કારણે કોઇએ જિંદગીથી હાથ ધોવાનો વારો આવશે તો જવાબદાર કોણ ?  ત્યારે આવી સ્થિતિમાં  તાત્કાલિક રોડ રસ્તાનું સમારકામ થાય તે હિતાવહ થઇ પડે છે . 

 

સ્માર્ટ સિટીમાં રસ્તાઓ સોનાના ના હોય : જતિન પટેલ

મહત્વનું છે કે  વરસાદીની સિઝનમાં સ્માર્ટ સિટી અમદાવાદ શહેરના અનેક વિસ્તારો નદી બની જાય છે તો દર વર્ષે કેમ આ પ્રકારને સમસ્યાઓ સર્જાઈ રહી છે? આ સવાલના જવાબરૂપે વોટર કમિટિની ચેરમેન જતીન પટેલે સ્માર્ટ સિટીની વ્યાખ્યા સમજાવતા કહ્યું હતું કે, સ્માર્ટ સિટી એટલે સોનાના રોડ કે એવું નથી. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્માર્ટ સિટી માટેના 10 પેરામીટર મુક્યા હતા. તે મુજબ અમદાવાદને સ્માર્ટ સિટીની વ્યાખ્યામાં મુકવામાં આવ્યું છે. જો કે, જતિન પટેલના આ નિવેદનને પગલે વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ