ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
તાજેતરમાં રિષી કપૂરનો એક વીડિયો વાયરલ થયો છે. તેમાં તેઓ મીડિયાકર્મીઓ પર ગુસ્સો કરતા જોવા મળી રહ્યા છે. પાર્ટી બાદ ત્યારે તેઓ ઘરે પાછા ઘરે આવી રહ્યા હતા ત્યારે એકતાના દરવાજા પર ફોટોગ્રાફરોએ તેમને ઘેરી લીધા હતાં. તમામ લોકોએ તેમને ફોટો પડાવવા માટે વિનંતી કરી. ફોટોગ્રાફરોનો અવાજ સાંભળીને રિષી કપૂર ગુસ્સે થયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
રિષી કપૂરે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, અવાજ ન કરો. અહીં લોકો સૂઈ રહ્યા છે. અમારે પણ અમારી ઈજ્જત બચાવવાની હોય છે. લોકો એવું ન કહેવા જોઈએ કે, ફિલ્મમાં કામ કરતાં લોકો કેટલો અવાજ કરે છે. રિષીએ આગળ કહ્યું કે, હંમેશાં મીડિયાના કેમેરા પર્સન બૂમો પાડતા દેખાય છે જે યોગ્ય નથી.
ઉલ્લેખનીય છે કે, અંદાજે એક વર્ષ સુધી ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવ્યા બાદ રિષી કપૂર ગત મહિને મુંબઈ પરત ફર્યા છે. તેઓ સપ્ટેમ્બર 2018માં ન્યૂયોર્ક ગયા હતાં.
સંકળાયેલા મુદ્દાઓ