બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / rishabh pant and shreyas ayyar can play on behalf of virat kohli and kl rahul

ક્રિકેટ / SA સામે ત્રીજી ટી20માં નહીં રમે વિરાટ કોહલી અને કેએલ રાહુલ, આ બે દમદાર ખેલાડીઓ મચાવશે તરખાટ

Khevna

Last Updated: 10:08 AM, 4 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ આફ્રિકા સામે ત્રીજી ટી20 મેચમા કેએલ રાહુલ અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે, તેમની જગ્યાએ રિષભ પંત અને શ્રેયસ અય્યર રમી શકે છે.

  • સાઉથ આફ્રિકા સામે ત્રીજી મેચમાં કેએલ રાહુલ અને વિરાટ કોહલીને આરામ 
  • રોહિત શર્મા સાથે રિષભ પંત કરી શકે છે ઓપન 
  • વિરાટ કોહલીની જગ્યાએ શ્રેયસ અય્યર નંબર 3 પર બેટિંગ કરશે 

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરિઝનો ત્રીજો અને છેલ્લો મુકાબલો આજે સાંજે 7:00 વાગ્યાથી ઇન્દોરમાં રમવામાં આવશે. ત્રણ મેચોની ટી20માં ભારત પહેલા જ 2-0થી આગળ છે.  આવામાં ટીમ ઈન્ડિયા ત્રીજી ટી20 મેચમા પણ સાઉથ આફ્રિકાને માત આપીને 3-0થી સીરિઝ જીતવા માંગશે. સાઉથ આફ્રિકા સામે ટી20 સીરિઝ જીત્યા બાદ આખરે ભારતીય ટીમ મેનેજમેન્ટે છેલ્લી ટી20 મેચ માટે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. આવામાં ટીમ ઈન્ડિયામાં બે ખતરનાક ખેલાડીઓની એન્ટ્રી થવા જઈ રહી છે. 

ઓપનિંગ જોડી 
સાઉથ આફ્રિકા સામે ટી20 મેચમા કેપ્ટન રોહિત શર્મા સામે ઓપનિંગ માટે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઉતરી શકે છે. રાહુલને આરામ આપ્યા બાદ રિષભ પંતને ઓપનિંગનો અવસર મળી શકે છે. ટીમ ઈન્ડિયામાં અન્ય કોઈ રિઝર્વ બેટ્સમેન નથી, આવામાં શાહબાદ અહમદ અથવા બે બોલર્સ મોહમ્મદ સિરાજ કે ઉમેશ યાદવને પ્લેઇંગ 11માં સ્થાન મળી શકે છે. 

નંબર 3 
સાઉથ આફ્રિકા સામે ત્રીજી ટી20 મેચમા વિરાટ કોહલીની જગ્યાએ પ્લેઇંગ 11મા વિસ્ફોટક બેટ્સમેન શ્રેયસ અય્યરને એન્ટ્રી મળી શકે છે. શ્રેયસ નંબર 3 પર બેટિંગ કરવા ઉતરશે. શ્રેયસ અય્યરે પોતાની છેલ્લી ટી20 ઇન્ટરનેશનલ મેચ 7 ઓગસ્ટ 2022નાં રોજ વેસ્ટઈન્ડિઝ સામે રમી હતી. આ મેચમાં શ્રેયસ અય્યરે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવીને 40 બોલ પર 64 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે પોતાના દમ પર બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને ઘણી મેચમાં જીત અપાવી છે. શ્રેયસ અય્યરની બેટિંગનો કોઈ મુકાબલો નથી. આ જ કારણ છે કે બેટિંગમા શ્રેયસ અય્યરનું યોગદાન ભારતીય ટીમ માટે અત્યંત જરૂરી છે. 

સાઉથ આફ્રિકા સામે ત્રીજી ટી20 મેચ માટેની સંભવિત પ્લેઇંગ 11  
રિષભ પંત, રોહિત શર્મા, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, શાહબાઝ અહમદ, દિનેશ કાર્તિક,. અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, દીપક ચાહર, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ