ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / rihanna outfit rips anant ambani radhika merchant pre wedding

Anant Radhika Wedding / અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં સિંગર રિહાના બની Oops મોમેન્ટનો શિકાર, ડાન્સ કરતા-કરતા ડ્રેસ ફાટ્યો

Published By: Vikram Mehta

Last Updated: 02:32 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિહાનાએ અનંત અંબાણી અને રાધિકા મરચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીમાં શાનદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. રિહાના સ્ટેજ પર આવી ત્યારે તેનો ડ્રેસ ફાટી ગયો હતો, રિહાનાનો આ ફોટો વાયરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

પોપ સિંગર રિહાનાએ અરબપતિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મરચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીમાં શાનદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. જામનગર શહેરમાં એક રોમાંચક નજારો જોવા મળ્યો હતો. 

રિહાના ચમકીલી ગુલાબી રંગની ટોપી અને લીલા રંગના કપડામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. રિહાનાએ ભારતીય પોષાક પહેર્યો હતો અને તેની સાથે હાર તથા ઝુમકા પણ પહેર્યા હતા. અંબાણી પરિવારે રિહાનાનું સ્ટેજ પર વેલકમ કર્યું. આ દરમિયાન રિહાના ઉપ્સ મોમેન્ટનો શિકાર થઈ હતી. રિહાનાનો ડ્રેસ ફાટી ગયો હતો. નીતા અંબામી અને પરિવારના અન્ય સભ્યો સાથે રિહાના સ્ટેજ પર આવી ત્યારે તેનો ડ્રેસ ફાટી ગયો હતો, રિહાનાનો આ ફોટો વાયરલ થઈ રહ્યો છે. 

આ દિવસની થીમ ‘એન ઈવનિંગ ઈન એવરલેન્ડ’ હતી અને ડ્રેસ કોડ એલિગન્ટ કોકટેલ હતો. રિહાના જામનગર એરપોર્ટ પરથી બહાર નીકળી ત્યારે તેને પ્રી-વેડિંગ સેલિબ્રેશન વિશે પૂછવામાં આવ્યો હતો. રિહાનાએ તેના જવાબમાં કહ્યું હતું કે, આ સૌથી સારી મોમેન્ટ હતી, હું ભારત આવવા માટે રાહ નથી જોઈ શકતી, બેબી. રિહાનાના ગીતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

અગાઉ જાણવા મળ્યું હતું કે, રિહાનાને પરફોર્મ કરવા માટે ખૂબ જ વધુ રકમ આપવામાં આવી હતી. ગ્રેમી એવોર્ડ વિનર રિહાનાએ આ ગીત માટે 5 મિલિયન અમેરિકી ડોલર (41.4 કરોડ રૂપિયા) ફી લીધી હતી. અંબાણી પરિવારે વર્ષ 2018માં ઈશાના લગ્નમાં પરફોર્મ કરવા માટે બેયોન્સેને 6 મિલિયન અમેરિકી ડોલર ફી આપી હતી. 

વર્ષ 2021માં કેન્દ્ર સરકારે ત્રણ ખેડૂતો માટે ત્રણ કાયદાની રજૂઆત કરી હતી. ખેડૂતોએ તે વિરુદ્ધ દિલ્હીની સીમા પર વિરોધ પ્રદર્શન કર્યું હતું, રિહાનાએ ખેડૂતોને સમર્થન કર્યું હતું અને ચર્ચામાં આવી ગઈ હતી. 

વધુ વાંચો: અમેરિકામાં ફેમસ ભારતીય ડાન્સરની હત્યા, તાબડતોબ કરવામાં આવી ફાયરિંગ: અભિનેત્રીએ ભારત સરકાર પાસે માંગી મદદ

અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના લગ્ન 19 જાન્યુઆરી 2023ના રોજ થઈ હતી. પ્રી વેડિંગ સેરેમનીની શરૂઆત ‘અન્ન સેવા’ સાથે શરૂ થઈ હતી. જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ પાસે જોગવાડ ગામમાં અંબાણી પરિવારના સભ્યોએ ગ્રામજનોને પારંપરિક ગુજરાતી ભોજન પીરસ્યું હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

Anant Radhika Wedding rihanna dress rihanna in pre wedding rihanna outfit અનંત રાધિકા પ્રી વેડિંગ રિહાના આઉટફિટ રિહાના ડ્રેસ Anant Radhika Wedding

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ