ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Rickshaw Drivers Son Gets Admission To Ballet School In London

OMG / જ્યાં કોઈ ભારતીય નથી પહોંચી શક્યું ત્યાં લંડનમાં આ રિક્ષાચાલકનો દીકરો જશે

Published By: Noor

Last Updated: 11:58 AM, 18 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના એક રિક્ષાચાલકના દિકરાએ એવી સિદ્ધિ હાંસ કરી છે કે જે આજ સુધી કોઈ ભારતીય કરી શક્યું નથી અને આ બધું એક ફિલ્મને કારણે થયું. આ 6 વર્ષ પહેલાંની વાત છે. વિકાસપુરીની નજીક ચંદ્ર વિહારમાં રહેતા કમલે મોબાઇલ ફોન પર એબીસીડી (એનીબડી કેન ડાન્સ) ફિલ્મ જોઈ અને તે દિવસે તેણે ડાન્સર બનવાનું નક્કી કર્યું અને આજે તે લંડન પહોંચવા જઈ રહ્યો છે.

ADVERTISEMENT

કમલ બેલે ડાન્સર બનશે

કમલના પિતા ઈ-રિક્ષા ડ્રાઇવર છે. કમલને ઇંગ્લિશ નેશનલ બેલે સ્કૂલ લંડનમાં પ્રવેશ મળ્યો છે. અહીં એક વર્ષની તાલીમ આપવામાં આવશે. આ પૂર્ણ કરીને, તે એક પ્રોફેશનલ બેલે ડાન્સર બની જશે. તમને જણાવી દઇએ કે આજ સુધી આ ડાન્સ સ્કૂલમાં કોઈ પણ ભારતીય બેલે ડાન્સ શીખવા પહોંચી શક્યો નથી.

માસ્ટર્સ પ્રભાવિત થયા

2016માં કમલે બેલે ડાન્સ એકેડમી વિશે તપાસ કરવાનું શરૂ કર્યું. સાકેટમાં ઈમ્પીરીયલ ફર્નાન્ડો બેલે સ્કૂલ વિશે તેને માહિતી મળી. બીજા દિવસે તે સીધો સ્કૂલ પહોંચી ગયો. કમલે ઓડિશન આપ્યું. કંપનીના આર્ટિસ્ટિક ડિરેક્ટર ફર્નાન્ડો અલગેરા તેનાથી પ્રભાવિત થયા. અલગેરાએ તે જ દિવસે કમલને કહ્યું હતું કે તે એક મોટો બેલે ડાન્સર બનશે.

પૈસા નહોતા તો મળી સ્કોલરશિપ

કમલે તેની આર્થિક પરિસ્થિતિ વિશે વાત કરી. પછી તેને સ્કૂલ તરફથી સ્કોલરશિપ આપવામાં આવી. આ પછી કમલના પિતા કરનેલ સિંહને સ્કૂલમાં બોલાવવામાં આવ્યા. તેની સંમતિ લેવામાં આવી. તેમને તેમના દિકરાની પ્રતિભા વિશે જણાવવામાં આવ્યું. બસ પછી કમલની બેલે ડાન્સર બનવાની સફર શરૂ થઈ.

2019માં બેલે ડાન્સ શીખવા માટે રશિયાના સેન્ટ પિટ્સબર્ગ સ્થિત વાગાનોવા બેલે એકેડમીમાં એડમિશન માટે કમલે પોતાનો વીડિયો મોકલ્યો. એ લોકો પણ ઘણાં ઈમ્પ્રેસ થયા. ત્યાં તેને એક મહિનાની તાલીમ માટે બોલાવવામાં આવ્યો. ત્યાં દરેકે કમલના વખાણ કર્યા. 

પછી કમલે લંડન વીડિયો મોકલ્યો

ત્યારબાદ કમલે બેલે ડાન્સનો વીડિયો ઇંગ્લિશ નેશનલ બેલે સ્કૂલ લંડનમાં મોકલ્યો હતો. જ્યાં તેને તાલીમ માટે બોલાવવામાં આવ્યો. મળતી માહિતી મુજબ, લંડનમાં તાલીમ દરમિયાનના તમામ ખર્ચ સ્કૂલ દ્વારા ઉઠાવવામાં આવશે. હાલ તે 19 સપ્ટેમ્બરના રોજ લંડન જઈ રહ્યો છે. ત્યાં 14 દિવસ માટે ક્વોરન્ટાઇન રહ્યા પછી તાલીમ શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં, લોકોએ ઓનલાઇન ફંડ એકત્ર કરીને પણ તેની મદદ કરી.

સંકળાયેલા મુદ્દાઓ

London Rickshaw Drivers Son admission OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ