ચૂંટણીના પરિણામ બાદ રેશમા પટેલનું નિવેદન કર્યુ હતું. રેશમા પટેલે જણાવ્યુ હતું કે હું જનતાના જનાદેશનો સ્વીકાર કરું છું. મારી હાર હું ખેલદિલી સાથે સ્વીકારુ છું. આવનારા સમયમાં જનતાના અધિકાર માટે લડતી રહીશ. NCPનાં તમામ કાર્યકરોનો પણ દિલથી આભાર વ્યક્ત કરું છું. દરેક સીટ પર જીત એ વાત સ્વીકારી શકાય તેવી નથી. આજે હું ખુલીને કહીશ કે EVMમાં 100 ટકા ગડબડી છે. 26માંથી 26 બેઠક પર ભાજપ જીતે એ શક્ય નથી.