બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / RESEARCHERS FIND Bots fake account Artificial Intelligence social media

સાવધાન! / માણસો જેવો વ્યવહાર કરવા લાગ્યા છે બૉટ્સ: તમારી પ્રાઈવસી પર પણ છે ખતરો

Published By: Hiren

Last Updated: 07:04 PM, 19 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) આધારિત બૉટ્સ અથવા ફેક એકાઉન્ટ એટલા વિકસિત થઈ ગયા છે કે, હવે તેઓ માણસોની જેવો વ્યવહાર કરી રહ્યા છે જે સંશોધનકારોએ જણાવ્યું છે. સંશોધકોની ટીમમાં ભારતીય મૂળના એક સંશોધનકાર પણ સામેલ છે. ‘ફર્સ્ટ મન્ડે’ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં, સધર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ 2018 અને તે પહેલાની ચૂંટણીમાં બૉટના વ્યવહાર-વર્તનની સરખામણી કરી હતી.

  • બૉટ્સ મનુષ્યોની વધુ સારી રીતે નકલ કરવા માટે વિકસિત થઈ રહ્યા છે
  • સંશોધનકારોએ સોશિયલ મીડિયાના 2,50,000 એવા યુઝર્સનો અભ્યાસ કર્યો
  • આ બૉટ્સ એક સૉફ્ટવેર એપ્લિકેશન છે

સંશોધનકારોએ જણાવ્યું કે, અમારો વિચાર એ વાતની પુષ્ટિ કરે છે કે, બૉટ્સ અને ડિટેક્શન અલ્ગોરિધમ વચ્ચે કોઈ હરિફાઈ ચાલી રહી છે. ડિટેક્શન અલ્ગોરિધમ તેને કહે છે, જે કોઈ બૉટ્સ કે ફેક એકાઉન્ટને ઇન્ટરનેટમાં એક્સેસ કરવાથી રોકે છે. જેમ કે કેપ્ચા કૉડ. જેમ જેમ સોશિયલ મીડિયા કંપનીઓ પોતાની વેબસાઇટ્સને અનધિકૃત પ્રવેશથી બચાવવા માટે ટેક્નિકો લાવી રહી છે તેમ તેમ બૉટ્સ મનુષ્યોની વધુ સારી રીતે નકલ કરવા માટે વિકસિત થઈ રહ્યા છે.

અભ્યાસના લેખક એમિલિયો ફેરારાએ કહ્યું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બૉટ્સને ઘૂસણખોરી કરવા માટે વિકસિત કરી રહ્યું છે. પોતાના અભ્યાસમાં સંશોધનકારોએ સોશિયલ મીડિયાના 2,50,000 એવા યુઝર્સનો અભ્યાસ કર્યો હતો, જેમણે 2016-18ની અમેરિકી ચૂંટણીઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન, સંશોધનકારોએ 30,000થી વધુ બૉટ્સ શોધી કાઢ્યા હતા. આ બૉટ્સ ટ્વીટ અને રીટ્વીટ પણ કરે છે. તેઓ કહે છે કે, ભવિષ્યમાં યોજાનારી ચૂંટણીઓમાં આ બૉટ્સ નવો પડકાર રજૂ કરશે. તેમને રોકવા ખુબ જરૂરી છે અને સાથે સાથે ખૂબ જ મુશ્કેલ પણ છે.

આ બૉટ્સ આખરે શું છે?

હકીકતમાં આ બૉટ્સ એક સૉફ્ટવેર એપ્લિકેશન હોય છે. જે ઇન્ટરનેટ પર સ્વચાલિત (પોતાની રીતે જ) કાર્યો કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે ઇચ્છો છો કે, તમારા જન્મદિન પર સોશિયલ મીડિયામાં શુભેચ્છાઓ અને અભિનંદન આપનારા તમામ લોકો સુધી તમારા તરફથી ઑટોમેટિક ‘ધન્યવાદ’ (Thanks)નો સંદેશ પહોંચી જાય તો આ કામ ખાસ પ્રકારની સૉફ્ટવેર એપ્લીકેશન બનાવીને સરળતાથી કરી શકાય છે. આ એપ્લિકેશન અભિનંદનનો મેસેજ જોતાની સાથે જ આભારનો મેસેજ આપે છે. આ બૉટ્સને જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ કરવામાં આવે છે ત્યારે તે ઇન્ટરનેટની આભાસી દુનિયામાં મનુષ્યોની જેમ જ વ્યવહાર કરે છે અને એ રીતે જ વર્તે પણ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bots Social Media fake account બોટ્સ Caution!

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ