ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આજે આખો દેશ 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે અને દરેક લોકો ખુબ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને ફિલ્મ સ્ટાર્સ પણ આ ખાસ અવસર પર ઉત્સાહિત છે અને દેશવાસીઓને દિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
એવામાં આ અવસર પર અમે તમારા માટે એવી ખાસ ફિલ્મોની યાદી લાવ્યા છીએ જેમાં દેશની સરહદો પર તૈનાત આર્મીની વાર્તા બતાવવામાં આવી છે. જો તમે દેશભક્તિ અને બલિદાન પર આધારિત કેટલીક ફિલ્મો જોવા માંગો છો, તો તમે આ ફિલ્મોને તમારી યાદીમાં સામેલ કરી શકો છો....
ADVERTISEMENT

પઠાણઃ
તમે શાહરૂખની ફિલ્મ 'પઠાણ' જોઈ શકો છો જે ગયા વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર રિલીઝ થઈ હતી. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ છે. ગયા વર્ષે, આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023 ના રોજ રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.
ADVERTISEMENT
'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક'
તમને વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક' ચોક્કસ ગમશે. ફિલ્મની વાર્તા 2016માંપાકિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક પર આધારિત છે. આ ફિલ્મમાં વિકી કૌશલ ભારતીય સેનાના મેજરના રોલમાં જોવા મળ્યો હતો. તેમના સિવાય યામી ગૌતમ, પરેશ રાવલ, કીર્તિ કુલહરી અને મોહિત રૈના પણ મહત્વના રોલમાં છે.

ADVERTISEMENT
'કેસરી'
2019માં રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી'માં 12 સપ્ટેમ્બર 1897 ના રોજ ભારતના સારાગઢીના મહાન યુદ્ધ પર આધારિત છે.
મંગલ પાંડે ધ રાઇઝિંગ
આમિર ખાનની ફિલ્મ 'મંગલ પાંડે ધ રાઇઝિંગ' (2005) પણ આ યાદીમાં સામેલ છે. સ્વતંત્રતા સંગ્રામના પ્રણેતા ગણાતા મંગલ પાંડેના જીવન પર આધારિત આ ફિલ્મ દેશભક્તિ પરની એક શાનદાર ફિલ્મ છે.
ADVERTISEMENT
વધુ વાંચો: પહેલા જ દિવસે ‘ફાઈટર’ની બોક્સઓફિસ પર સર્જીકલ સ્ટ્રાઈક, શાનદાર ઓપનિંગના આંકડાથી સૌ કોઈ હક્કાબક્કા
'ધ લેજેન્ડ ઑફ ભગત સિંહ'
તમે રાજકુમાર સંતોષીની 2002માં આવેલી ફિલ્મ 'ધ લેજેન્ડ ઑફ ભગત સિંહ'ને તમારા લિસ્ટમાં સામેલ કરી શકો છો. ભગત સિંહના જીવન પર બનેલી આ ફિલ્મ રોમાંચક છે. આ ફિલ્મમાં દેશ માટે બલિદાન આપનાર ભગતસિંહની ભાવના બતાવવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ