બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:04 AM, 26 January 2024
ADVERTISEMENT
બોલિવુડ એક્ટર ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ફાઈટર’ રિલીઝનો આજે બીજો દિવસ છે. ફિલ્મ ‘ફાઈટર’એ પહેલા દિવસે કેટલા કરોડનો બિઝનેસ કર્યો અને દર્શકોને આ ફિલ્મ પસંદ આવી કે નહીં તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર ફિલ્મ ‘ફાઈટર’ અંગે સારા રિવ્યૂ આપવામાં આવી રહ્યા છે.
દર્શકોને ફિલ્મ ‘ફાઈટર’માં ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની કેમિસ્ટ્રી ખૂબ જ પસંદ આવી રહી છે. ઋતિક રોશને લાંબા બ્રેક પછી ફિલ્મ ‘ફાઈટર’થી બોક્સઓફિસ પર કમબેક કર્યું છે. ઋતિક રોશન છેલ્લે ફિલ્મ ‘વૉર’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મે પહેલા દિવસે બોક્સઓફિસ પર શાનદાર કમાણી કરી છે.
ADVERTISEMENT
Nothing happens unless first we dream. We dreamt, we toiled, we persevered, and finally we brought our vision to life. Take a peek behind the lens.#FighterOn25thJan in cinemas.#Fighter Forever 🇮🇳 pic.twitter.com/prpoyYVT5j
— Hrithik Roshan (@iHrithik) January 23, 2024
ADVERTISEMENT
બોક્સઓફિસ પર ‘ફાઈટર’ની પહેલા દિવસે કમાણી
ફિલ્મ ‘ફાઈટર’એ બોક્સઓફિસ પર 22 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઋતિક રોશન, દીપિકા પાદુકોણ તથા અનિલ કપૂરની ફિલ્મ ‘ફાઈટર’ માટે આ સારી શરૂઆત માનવામાં આવે છે. વીકેન્ડમાં શનિવાર અને રવિવારના દિવસે ફિલ્મ ‘ફાઈટર’ની કમાણીનો આંકડો વધી શકે છે.
ADVERTISEMENT
હૃતિક રોશનની છેલ્લી બે ફિલ્મો
ઋતિક રોશનની એક્શન ફિલ્મ ‘વૉર’એ પહેલા દિવસે રેકોર્ડબ્રેક કમાણી કરી હતી. ફિલ્મ ‘વૉર’એ 53 કરોડ રૂપિયાની શાનદાર ઓપનિંગ કરી હતી. ફિલ્મ ‘બેંગ બેંગ’એ 27 કરોડ રૂપિયાના કલેક્શન ધમાકેદાર ઓપનિંગ કરી હતી. ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે ફિલ્મ ‘ફાઈટર’નું નિર્દેશન કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.