બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Love triangle between Ranbir, Alia and Vicky release date of Sanjay Leela Bhansali film Love and War
ADVERTISEMENT
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે . સંજય લીલા ભણસાલીના ચાહકો માટે સારા સમાચાર છે કારણ કે તે એક ફિલ્મ લઈને આવી રહ્યા છે. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મનું નામ 'લવ એન્ડ વોર' છે અને તેમાં ત્રણ મોટા સ્ટાર્સ જોવા મળવાના છે.
#SanjayLeelaBhansali’s next EPIC saga ‘LOVE & WAR’ starring #RanbirKapoor @aliaa08 & @vickykaushal09
— BhansaliProductions (@bhansali_produc) January 24, 2024
See you in Cinemas on CHRISTMAS 2025! 🎬❤️@prerna982 #LOVEandWAR pic.twitter.com/tzIpXFDVNa
ADVERTISEMENT
રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ એક સાથે આ ફિલ્મ 'લવ એન્ડ વોર'માં જોવા મળશે, સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. સંજય લીલા ભણસાલીએ 24 જાન્યુઆરીએ ફિલ્મ 'લવ એન્ડ વોર'ની જાહેરાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ 'લવ એન્ડ વોર'માં ત્રણ સ્ટાર્સ વચ્ચેનો લવ ટ્રાયએંગલ બતાવવામાં આવશે. રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલની ફિલ્મ 'લવ એન્ડ વોર' 2025ના ક્રિસમસ પર રિલીઝ થશે.
ADVERTISEMENT
આ ફિલ્મની જાહેરાત બાદ ચાહકો અધીરા બની રહ્યા છે કારણ કે આ પહેલીવાર હશે જ્યારે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ટોપ સ્ટાર્સ રણબીર કપૂર , વિકી કૌશલ અને આલિયા ભટ્ટ ફિલ્મમાં સાથે જોવા મળશે. જણાવી દઈએ કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બીજી વખત સંજય લીલા ભણસાલી સાથે કામ કરવા જઈ રહ્યા છે. રણબીર કપૂરે તેની સાથે ફિલ્મ 'સાવરિયા'માં કામ કર્યું છે અને આલિયા ભટ્ટે તેની સાથે ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં કામ કર્યું છે.
વધુ વાંચો: કાળા જાદુની રમતમાં ફસાયા અજય દેવગણ અને જ્યોતિકા, ગુજરાતી ફિલ્મની હિંદી રિમેક 'શૈતાન'નું ટીઝર રિલીઝ
ADVERTISEMENT
સંજય લીલા ભણસાલી અને વિકી કૌશલ પહેલીવાર સાથે ફિલ્મ કરવા જઈ રહ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ છેલ્લે ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળી હતી, રણબીર કપૂર છેલ્લે ફિલ્મ 'એનિમલ'માં જોવા મળ્યો હતો અને વિકી કૌશલ છેલ્લે ફિલ્મ 'સામ બહાદુર'માં જોવા મળ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.