બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / reliance jio agm jio gigafiber commercial launching announced

ગુડ ન્યૂઝ / રિલાયન્સે Jio Gigafiber ની કિંમતને લઈને કરી મોટી જાહેરાત, ફ્રી LED ટીવી પણ મળશે

Published By: Mehul

Last Updated: 02:37 PM, 12 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) દ્વારા આજે 42માં એન્યુઅલ જનરલ મીટિંગનું આયોજન કરાયું હતું. જ્યાં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ જાણકારી આપી કે હવે જિયો ગ્રાહકોને 700 રૂપિયા પ્રતિ માસની શરૂઆતની કિંમતે બ્રોડબેન્ડ સેવાનો લાભ મળશે.

મુકેશ અંબાણીએ કહ્યું કે, જિયોના ગ્રાહક 340 મિલિયનથી વધારે થઇ ચુક્યા છે. જિયો કોઇપણ એક દેશમાં ઓપરેટ થનારી દુનિયાની બીજી મોટી ટેલીકોમ કંપની બની ગઇ છે. આ દરમિયાન જિયો ગીગાફાઇબરના પ્લાનને લઇને પણ જાણકારી આપી. ગ્રાહકોને 700 રૂપિયા પ્રતિ માસની શરૂઆતની કિંમતમાં આ બ્રોડબેન્ડ સેવાનો લાભ મળશે. 

AGM દરમિયાન મુકેશ અંબાણીએ જાણકારી આપી કે હોમ બ્રોડબેન્ડ સર્વિસ જિયો ગીગાફાઇબરની સાથે ગ્રાહકોને 1 GBPS સુધી બ્રોડબેન્ડ સ્પીડ, લેન્ડલાઇન ફોન, અલ્ટ્રા હાઇ ડિફિનિશન એન્ટરટેનમેન્ટ, વર્ચુઅલ રિયાલીટી કન્ટેન્ટ, મલ્ટી-પાર્ટી વીડિયો કોન્ફરસિંગ, વૉઇસ ઇનેબલ્ડ વર્યુઅલ આસિસ્ટન્ટ, ઇટરેક્ટિવ ગેમિંગ, હોમ સિક્યોરિટી અને સ્માર્ટ હોમ સોલ્યૂશન્સ મળશે. 

મીટિંગ દરમિયાન જિયો ફાઇબર સર્વિસને લઇને જાણકારી આપવામાં આવી. જ્યાં જિયો સેટઅપ બોક્સની જાહેરાત કરવામાં આવી. આ સેટ અપ બોક્સમાં તમામ ગેમિંગ કંટ્રોલર્સના સપોર્ટ મળશે, સાથે જ અહીં યૂઝર્સને O લેટેન્સી ગેમિંગ એક્સપીરિયન્સ મળશે. જિયો ફાઇબરમાં મિક્સ્ડ રિઅલિટી (MR)નો સપોર્ટ મળશે. તેના દ્વારા ઓનલાઇન શોપિંગ, એજ્યૂકેશન અને એન્ટરટેન્મેન્ટને VR હેડસેટ દ્વારા એક્સપીરિયન્સ કરી શકાશે. 

જિયો ગીગાફાઇબર કોમર્શિયલ તરીકે 5 સપ્ટેમ્બર 2019થી ઉપલબ્ધ થશે. ગીગાફાઇબર, 100 MBPSની સ્પીડથી શરૂ થઇને 1GBPS સુધીની સ્પીડમાં ઉપલબ્ધ થશે. જિયોફાઇબરના પ્લાન્સ 700 રૂપિયાથી શરૂ થઇને 10,000 રૂપિયા સુધી હશે. અહીં વૉઇસ કોલ્સ ફ્રી મળશે. જિયો ફાઇબરની સાથે OTT એપ્સનું એક્સેસ મળશે. પ્રીમિયમ જિયો ફાઇબર કસ્ટમર્સને મૂવી રિલીઝ થયા બાદ પહેલા દિવસે ઘરે મૂવી જોવા મળશે. 

મીટિંગમાં જિયોફાઇબર વેલકમ ઓફરની પણ જાહેરાત કરવામાં આવી. જિયોના ફોરેવર એન્યુઅલ પ્લાન લેનાર ગ્રાહકોને 4K/HD TV સેટ અને 4K સેટટોપ બોક્સ ફ્રી મળશે. AGMમાં આંતરરાષ્ટ્રીય કોલિંગ માટે ફિક્સ્ડ લાઇન રેટસની પણ જાણકારી આપવામાં આવી. યૂઝર્સને અનલિમિટેડ US/કેનેડા પેક 500 રૂપિયા પ્રતિ મહીનાની કિંમતમાં મળશે. સાથે જ AGM દરમિયાન જિયોપોસ્ટપેડ પ્લસની પણ જાણકારી આપવામાં આવી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Reliance Jio Reliance Jio gigafiber Tech Update technology news ટેક્નોલોજી Good News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ