ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Fashion & Beauty / Here’s How The Legendary Actress Manages To Remain An Ageless Beauty

બ્યૂટી / 65 વર્ષની રેખા આજે પણ પોતાની સુંદરતાને લીધે લાગે છે એકમદ યંગ, આ છે ડાયટ પ્લાન

Published By: Juhi

Last Updated: 01:38 PM, 9 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક વ્યકિત ઇચ્છે છે કે તે વૃદ્ઘ ના દેખાય, તમામ પોતાની યુવાની અને સુંદરતા જિંદગીભર રહે તેવું ઇચ્છતા હોય છે. એવામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવી જગ્યા છે જ્યાં ફિટ રહેવુ અને યંગ દેખાવું જરૂરી છે. બોલિવુડની હિરોઇનની વાત કરીએ તો તમામ પોતાની ફિટનેસ અને સ્કિનને લઇને ધ્યાન રાખે છે.

ADVERTISEMENT

દીપિકા, સોનમ, કરિના, સારા, જાહ્નવી જેવી યંગ એક્ટ્રેસ જિમમાં પરેસવો પાડતી હોય તેના ફોટોઝ અને વીડિયોઝ સોશ્યલ મીડિયા મીડિયા પર વાયરલ કરતા હોય છે. ફિટ રહેલા માટે તેઓ ડાયટ ફોલો કરે છે. પરંતુ બોલિવુડની એક એવી એક્ટ્રેસ છે જેની મોટી ઉંમર હોવા છતાં સુંદરતા અંકબંધ રાખે છે. 

વાત થઇ રહી છે રેખાની, જે 70ના દાયકાથી આજદિન સુધી બોલિવુડની બ્યૂટી છે. 64 વર્ષની ઉંમરે પહેચેલી રેખાએ જણાવ્યુ કે, 'એજ ઇસ જસ્ટ નંબર', રેખાની ટાઇમલેસ બ્યૂટીનું રહસ્ય ખુલી ગયું છે. આટલી ઉંમરે પણ જેની ખૂબસુરતી વખણાય છે તે રેખાનો ડાયટ પ્લાન સામે આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર, રેખા સ્પેશિયલ ડાયટ ફોલો કરે છે અને કસરત પણ કરે છે. 

ખૂબસુરતી જાળવી રાખવા માટે જરૂરી છે પાણી. રેખા દિવસના 10-12 ગ્લાસ પાણી પીવે છે. રેખાનું માનવું છે કે, હાઇડ્રેટ રાખવુમ અને શરીરને ડિટોક્સ કરવુ ખૂબ જરૂરી છે. રેખા સંતુલિત આહાર લે છે. તેના ડાયટ પ્લાનમાં જંક ફૂડથી અંતર રાખવાનું કહેવાયું છે. રેખા ઓછા તેલ અને મસાલામાં બનેલી શાકભાજી ખાય છે. તેની સાથે રોટલી અને દહીં લે છે. 

રેખા સાંજે 7.30 વાગ્યા પછી કશું જ ખાતી નથી. ઊંઘવાના સમય અને ડિનર વચ્ચે 2 કલાકનું અંતર રાખે છે. રેખા રોજ પોતાની સ્કિનને ક્લેન્સ, ટોન અને મોઈશ્ચરાઈઝ કરે છે. રેખા ફિટ રહેવા માટે રોજ કસરત અને યોગ કરે છે. રેખાની સુંદરતા તેના સ્પેશિયલ ડાયટ પ્લાન અને યોગને આભારી છે. 

ઉલ્લેખનીય છે કે, 2018ના IIFA અવોર્ડ્સમાં રેખાએ શાનદાર પર્ફોર્મસ આપ્યુ હતુ. 60ની ઉંમરમાં પાર કર્યા પછી પણ  એવોર્ડ શોમાં સ્ટેજ શો પર પરફૉર્મ કરનારી એકમાત્ર એક્ટ્રેસ રેખા છે. 

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો, રેખા અર્જૂન કપૂરની ફિલ્મ પાણીપતમાં કામ કરી રહી છે. 70ના દાયકાથી બોલિવુડમાં ડેબ્યૂ કરનાર રેખા આજે પણ ફિલ્મોમાં કામ કરે છે. છેલ્લે તેઓ 2018માં આવેલી ફિલ્મ  યમલા પગલા દિવાનામાં જોવા મળી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Diet Plan Rekha beauty lifestyle viral Beauty

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ