બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / Rekha's 6 sisters are as successful as her know details about her sisters
રેખા હાલમાં બૉલીવુડની ફિલ્મોથી તો દૂર છે પરંતુ અવારનવાર બૉલીવુડની ઈવેન્ટ્સ એવોર્ડ ફંક્શન્સમાં હાજરી આપે છે. આજે આપણે તેમની પર્સનલ લાઈફની ઇન્ટરેસ્ટિંગ વાત જાણીએ. આ વાત છે રેખાના પરિવાર અને તેના ભાઈબહેનોને લગતી.
ADVERTISEMENT
.jpg)
સૌ જાણે છે કે રેખાએ લગ્ન કર્યા નથી અને આજે તેઓ તેમની જિંદગી એકલા જ ગાળે છે પરંતુ તેમણે તેમની જિંદગી એક હર્યાભર્યા પરિવાર સાથે વિતાવી છે. રેખા એક મોટા પરિવારના સભ્ય છે અને તેમની 6 બહેનો છે.
ADVERTISEMENT
એક ન્યુઝ એજન્સીના અહેવાલ પ્રમાણે જેમ રેખાએ પોતાની ફિલ્મોની કરિયરમાં જબરદસ્ત સફળતા મેળવી છે તેમ તેમની બહેનો પણ પોતપોતાની જિંદગીમાં સફળ છે. સૌ જાણે છે કે રેખાએ ઘણી નાની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેમની બહેનોએ તેમને ખુબ સપોર્ટ કર્યો હતો અને આજની તારીખે તેમની બધી બહેનો તેમના ક્ષેત્રોમાં ખુબ સફળ છે.
.jpg)
ADVERTISEMENT
રેખાના પિતા જેમિની ગણેશન તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત હસ્તી હતા. તેમણે ત્રણ લગ્નો કર્યા હતા. પહેલી પત્ની વડે તેમને 4 પુત્રીઓ જન્મી હતી. બીજી પત્ની વડે તેમને 2 પુત્રીઓ જન્મી હતી ; રેખા અને રાધા. ત્રીજી પત્ની વડે તેમને 2 બાળકો જન્મ્યાં હતા ; વિજયા ચામુંડેશ્વરી અને સતીશ. રેખાના સંબંધો ભલે તેના પિતા સાથે સારા ન હતા પરંતુ તેમના ભાઈ બહેન સાથે રેખા ઘનિષ્ટ સંબંધ ધરાવતા હતા. રેખાની 6 બહેનોના નામ : જયા શ્રીધર, નારાયણી ગણેશન, વિજયા ચામુંડેશ્વરી, રેવતી સ્વામીનાથન, રાધા ઉસ્માન સૈયદ અને કમલા સેલ્વરાજ છે.

ADVERTISEMENT
બહેનોના પ્રોફેશનની વાત કરીએ તો તેમના સૌથી મોટા બહેન રેવતી સ્વામીનાથન USAમાં ડોકટર છે. રેખાના બીજા બેન કમલા સેલ્વરાજ ભારતના જાણીતા તબીબ છે જેમની ચેન્નાઇમાં હોસ્પિટલ છે. રેખાના ત્રીજા બહેન નારાયણી ગણેશ છે જે જાણીતા ન્યુઝ પેપરમાં પ્રખ્યાત પત્રકાર છે. રેખાના સગા બહેન રાધા પણ એક્ટ્રેસ છે જેમણે લગ્ન પછી ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. આમ રેખાના લગભગ તમામ બહેનો સફળ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.