ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Movie Review / Read full movie of Prabhas and shraddha starrer Saaho

Movie Review / 'સાહો' નો રિવ્યૂ વાંચીને તમે થઇ જશો નિરાશ

Published By: Juhi

Last Updated: 12:49 PM, 30 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત ઘણા દિવસોથી ફેન્સ પ્રભાસ અને શ્રદ્ઘા સ્ટાટર ફિલ્મ 'સાહો' ની આતુરતાથી રિલીઝ થવાની રાહ જોઇ રહ્યા છે. ફાઇનલી 30 ઓગસ્ટ એટલે કે આજે ફિલ્મ રિલીઝ થઇ ગઇ છે.

ADVERTISEMENT

આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક કહેવાઇ રહી છે. જોરદાર એક્શન સિક્વન્સ અને ભરપૂર સ્ટાર કાસ્ટની સાથેની આ ફિલ્મમાં ઘણા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળશે અને સાથે જ ફિલ્મ 'સાહો' માં એક હીરોની સામે વિલન અનેક જોવા મળશે.

 

સ્ટોરી:

'સાહો' નું ટ્રેલર જોઇને જ ખબર પડી જાય કે ફિલ્મ એક્શનથી ભરપૂર છે. 'સાહો'માં પ્રભાસનુ કેરેક્ટર તમામ વિલેનના સામ્રાજ્યને ખત્મ કરી દે છે. ફિલ્મની વાર્તા મુંબઇમાં થયેલી એક મોટી ચોરીથી થાય છે. એક બ્લેક બોક્સની તલાશ છે જેમાં લોકોના નસીબની ચાવી છે. આ પછી સ્ટોરી અનેક શહેરોમા ફરતી-ફરતી કનેક્ટ થાય છે. 

રિવ્યૂ:

પ્રભાસ અને શ્રદ્ઘા સ્ટાટર ફિલ્મ 'સાહો' નો ફર્સ્ટ હાફ એક્શનથી ભરપૂર છે. પ્રભાસની સ્ક્રીન પેઝન્સ શરૂઆતથી જ દેખાવવા લાગે છે. પ્રભાસ આ રોલમાં ફિટ તો બેસે છે પરંતુ ફિલ્મ 'બાહુબલી' જેવો ચાર્મ તેનામાં નહી જોવા મળે. ફિલ્મમાં તેની ડાયલોગ ડિલિવરી જાણી કરીને સ્લો રાખવામાં આવી છે કારણ કે પ્રભાસનું કેરેક્ટર એટલુ રહસ્યમયી છે કે લોકો તેના વિષે અંદાજો લગાવતા જ રહે. શ્રદ્ઘા કપૂર ફિલ્મમાં ખૂબ જ બ્યૂટીફુલ અને ગ્લેમરસ લાગી રહી છે, પરંતુ તેનું કેરેક્ટર ઠીક છે, શ્રદ્ઘાને એક સ્ટ્રોન્ગ કૉપ બતાવવાની જગ્યાએ નબળી બતાવવામાં આવી છે, જેને વાંરવાર હીરો આવીને બચાવે છે. પ્રભાસ-શ્રદ્ઘાની કેમેસ્ટ્રીમાં કંઇક મીસિંગ લાગી રહ્યુ છે. 

તો હીરો હોય તો વિલન તો હોય જ.. ફિલ્મમાં તમામ વિલનમાંથી ચંકી પાંડે પોતાના રોલથી ઇમ્પ્રેસ કરી શકશે. બાકી તમામ વિલન તેના કેરેક્ટરમાં ફિટ નથી બેસતા. મ્યૂઝિકની વાત કરવામાં આવે તો એવુ લાગી રહ્યુ છે કે સ્ટોરીમાં ગીતોને ખોટી જગ્યાએ રાખવામાં આવ્યા છે, જે આ ફિલ્મને વધુ લાંબી બનાવી દે છે. ફિલ્મમાં એક્શન સીન્સમાં પણ ક્યાંકને ક્યાંક સ્પેશિયલ ઇફેક્ટ એટલી સરસ નહી દેખાય જેટલી હોવી જોઇએ. 

જોવા જોઇએ તો ફિલ્મમાં પ્રભાસ હોવા છતાં નબળી સ્ટોરી લાઇન અને નબળા ડિરેક્શનને કારણે ડિરેક્ટર સુજીતે એક સારો ચાન્સ ગુમાવી દીધો છે. 

ફિલ્મ જોવી કે નહી:

જો તમે 'બાહુબલી' પછી પ્રભાસના ફેન થઇ ગયા છો, પરંતુ જો તમે 'બાહુબલી' જેવો જ પ્રભાસનો ચાર્મ જોવા માંગો છો તો કદાચ આ ફિલ્મ તને ડિસપોઇન્ટ કરી શકે છે. જોકે લોન્ગ વિકેન્ડ આવી રહ્યુ છે તો ચોક્કસથી તમે આ ફિલ્મ ફેમિલીની સાથે જોઇ શકો છો. 

બજેટ અને સ્ટારકાસ્ટ:

'સાહો’નું બજેટ 350 કરોડ રૂપિયા છે. આ ફિલ્મ માટે પ્રભાસે 2 વર્ષનો સમય આપ્યો છે. ભારતમાં આ ફિલ્મ 10000 સ્ક્રીન્સમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં પ્રભાસ-શ્રદ્ધા ઉપરાંત જેકી શ્રોફ, મહેશ માંજરેકર, નીલ નીતિન મુકેશ, મંદિરા બેદી, ચંકી પાંડે પણ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment Prabhas Saaho Movie Review Shraddha Kapoor Movie Reviews

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ