બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રિવાબા મંત્રી બનતાં જ નણંદ નયનાબાએ ઉઠાવ્યા સવાલ, લગાવ્યા ગંભીર આક્ષેપો
Last Updated: 07:28 PM, 29 October 2025
Jamnagar News : રિવા બા જાડેજા ધારાસભ્ય બન્યા બાદ હવે મંત્રી પણ બની ચુક્યા છે. જો કે તેમના નણંદ નયના બા પહેલાથી જ રિવાબા તથા ભાજપનાં વિરુદ્ધમાં રહ્યા છે. જ્યારે રિવાબાને ટિકિટ મળી ત્યારે પણ તેમણે વિરોધ કર્યો હતો. હવે મંત્રીપદ મળ્યા બાદ પણ ફરી એકવાર વિરોધ કર્યો છે. રિવાબા મંત્રી બનતાં નણંદ નયનાબાએ સવાલ ઉઠાવ્યાં હતા. ભાજપ-કોંગ્રેસ જ નહીં નણંદ-ભાભી આમને-સામને આવી ગયા હતા.
ADVERTISEMENT
ક્લાર્ક માતા-શ્રમિક પિતાની દિકરી કરોડપતિ બની ગઇ
રિવાબા જાડેજા મંત્રી બનતાં નણંદ નયનાબાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, રિવાબાએ 97 કરોડની પ્રોપર્ટી બતાવી તે આશ્ચર્યની વાત છે. રિવાબાનાં મમ્મી રેલવે વિભાગમાં ક્લાર્કની નોકરી કરતાં હતાં. રિવાબાનાં પિતા PGVCLમાં થાંભલા ખોદતા હતા. આ પર્સનલ ઈનકમ હોય તો બેને અઢી વર્ષમાં કેટલો ભ્રષ્ટાચાર કર્યો? કે તેઓ આજે અબજોપતિ બનવાની નજીક છે અને કરોડોપતિ તો બની જ ગયા છે. બે-અઢી વર્ષમાં 97 કરોડની પ્રોપર્ટી થઈ છે તો હવે લોકોએ સમજવું જોઇએ કે તેમના ધારાસભ્ય રોડપતિમાંથી અઢીવર્ષમાં કરોડપતિ કઇ રીતે થઇ ગયા.
ADVERTISEMENT
નયના બાએ ગંભીર આક્ષેપ કર્યા
ADVERTISEMENT
રિવાબા જાડેજાને મંત્રી બનાવાતા નણંદ નયના બાની પ્રતિક્રિયા આપતા જ ચકચાર મચી ગઇ છે. નયનાબાએ જણાવ્યું કે, એક શ્રમિક પિતા અને ક્લાર્ક માતાની દિકરી માત્ર અઢી વર્ષમાં કરોડોપતિ બની ચુકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નયના બા અને રિવા બા વચ્ચે વિવાદ આ પહેલી ઘટના નથી. અગાઉ પણ નયના બા રિવાબા પર અનેક પ્રકારના ગંભીર આક્ષેપો લગાવી ચુક્યા છે. બંન્ને વચ્ચે રાજકીય ખેંચાતાણી હંમેશા ચાલતી રહેતી હોય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.