ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
થોડાં સમય પહેલાં જ રાનુ મંડલ એક ફેનને સેલ્ફી ન આપવા અને તેની સાથે ખરાબ વર્તન કરવા પર ચર્ચામાં આવી ગયા હતા. તેમનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. જેમાં રાનુનો આવો વ્યવહાર જોઈને બધાં જ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. જે બાદ સોશિયલ મીડિયા પર તેમને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યા હતા અને હવે ફરી એકવાર પોતાના મેકઅપને કારણે તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
આ રીતે બની હતી સ્ટાર
ADVERTISEMENT
સોશિયલ મીડિયા સન્સેશન રાનુ મંડલ તેના એક વીડિયોથી સુપરસ્ટાર બની ગયા હતા. તેમનો આ વીડિયો રાણાઘાટ રેલ્વે સ્ટેશનનો હતો. જ્યાં તેઓ લતા મંગેશકરનું ગીત 'એક પ્યાર કા નગ્મા હૈ' ગાઈ રહ્યા હતા. રાનુ મંડલના અવાજથી ઈમ્પ્રેસ થઈને હિમેશ રેશમિયાએ તેમને પોતાની ફિલ્મમાં ગીત ગાવાની ઓફર કરી હતી. ખાસ વાત તો એ છે કે રાનુએ અત્યાર સુધીમાં હિમેશ સાથે મળીને એક નહીં પણ 3-3 ગીતો ગાયા છે. જેમાં તેરી મેરી કહાની, આદત ઔર આશિકી મેં તેરી સામેલ છે. હિમેશ રેશમિયા સિવાય લતાજીએ પણ રાનુની લોકપ્રિયતા જોઈને તેમની પ્રશંસા કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ