બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Rakul Preet singh weds Jackky: Akshay Kumar, Ananya pandey might join wedding
ADVERTISEMENT
યારિયાં ફિલ્મની એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ હવે પોતાની લાઈફનાં નવા ફેઝની શરૂઆત કરવા જઈ રહી છે. એક્ટ્રેસ પ્રોડ્યૂસર અને બોયફ્રેંડ જેકી ભગનાની સાથે લગ્નનાં બંધનમાં બંધાવા જઈ રહી છે. બંને 21 ફેબ્રુઆરી 2024નાં ગોવામાં લગ્ન કરવા માટે તૈયાર છે. તૈયારિયો પણ જોરદાર ચાલી રહી છે. 19 અને 20 ફેબ્રુઆરીનાં કપલનાં પ્રિ-વેડિંગ રિચ્યૂઅલ્સની શરૂઆત થઈ ગઈ અને અને 21 ફેબ્રુઆરીનાં રોજ બંને સાચ ફેરા લેશે. બંનેનાં આઉટફિટ્સને લઈને તો ડિટેલ રિવીલ થઈ જ ચૂકી છે. તેવામાં આવો અમે તમને જણાવીએ કે કપલની ગ્રેંડ વેડિંગમાં ક્યાં મહેમાન આવશે અને ફૂડ મેન્યુમાં શું-શું હશે.
Rakul and Jackky seek blessings at Siddhivinayak temple pre-wedding🥰#rakulpreetsingh #jackkybhagnani #bollywood #bollywoodcouple pic.twitter.com/4H8BMiYMqK
— The Filmy Charcha (@thefilmycharcha) February 17, 2024
ADVERTISEMENT
લગ્ન પ્રસંગની ગેસ્ટ લિસ્ટ
રકુલ પ્રીત સિંહ એક દશકાથી પણ વધારે સમયથી ફિલ્મો કરી રહી છે. જ્યારે જૈકી ભગનાની પણ ઈંડસ્ટ્રીનાં એક મોટા ફિલ્મ પ્રોડ્યૂસર છે અને ઘણાં એક્ટર્સ સાથે કામ કરી ચૂક્યાં છે. તેવામાં કપલનાં લગ્નમાં ફિલ્મ ઈંડસ્ટ્રી સાથે જોડાયેલ અનેક સ્ટાર્સ જોડાવા જઈ રહ્યાં છે. રિપોર્ટ અનુસાર આ ગ્રેંડ વેડિંગમાં અનન્યા પાંડે અને આદિત્ય રૉય કપૂર પણ સામેલ થવાનાં છે. આ સિવાય તેમાં અક્ષય કુમાર, શાહિદ કપૂર, ટાઈગર શ્રોફ અને વરુણ ધવન જેવા સ્ટાર્સ પણ નજર પડી શકે છે. મહેમાનોને ધ્યાનમાં લેતાં વેન્યૂ પર સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: રાની ભારતી IS BACK: મહારાની 3નું સત્તાપલટવાળું ટ્રેલર રીલીઝ, ડાયલોગબાજી દમદાર
ફૂડ મેન્યુમાં શું-શું સામેલ છે?
રિપોર્ટસ્ અનુસાર લગ્નનાં મેન્યૂને ખાસ મહેમાનો માટે તૈયાર કરવામાં આવ્યું છે. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ જેવા ફિટનેસ ફ્રીક એક્ટર્સ માટે જમવાનું હેલ્ધી રાખવામાં આવ્યું છે. ડિશિઝમાં ગ્લૂટેન ફ્રી અને શુગર ફ્રી ફૂડ્સને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ સિવાય સ્ટાર્સની ફેવરેટ ડિશિઝને પણ ધ્યાનમાં રાખતાં સુશી ફુડ્સ પણ ઉમેરવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.