બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
હુમા કુરૈશીની વેબ સીરીઝ 'Maharani 3' ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. સીરીઝની પ્રથમ 2 સીઝનને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો જે બાદ લોકો ત્રીજા સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં, હવે તેમની ઉત્સુકતાનો અંત આવ્યો છે. 19 ફેબ્રુઆરી એટલે કે આજે મેકર્સે ત્રીજી સીઝનનું ટ્રેલર લોન્ચ કર્યું છે જેમાં તેની રિલીઝ ડેટ પણ મેન્શન કરવામાં આવી છે. ટ્રેલરમાં હુમા કુરૈશી ફરી એકવાર દમદાર વ્યક્તિત્વ ધરાવતાં મજબૂત પાત્રમાં દેખાઈ રહી છે. જુઓ:
ADVERTISEMENT
હુમા કુરૈશની દમદાર એન્ટ્રી
ટ્રેલરની શરૂઆત પોલીસની ગાડીઓથી થાય છે જેમાં રાની ભારતીને જેલમાં લઈ જવામાં આવી રહ્યું છે. જ્યારે તે જેલ પહોંચે છે તો ત્યાં એક્ટર અમિત સિયાલનો એક દમદાર ડાયલોગ સંભળાય છે. તે કહે છે કે તમે હંમેશાથી સારી હાઉસવાઈફ રહી છો પણ ખબાર પોલિટિશન. આગળ જ્યારે જેલમાં હુમા કુરૈશી જાય છે ત્યારે અમિત તેમને એ પણ કહે છે તે તેને આ જેલમાં ઓછામાં ઓછા 15-20 વર્ષો તો રહેવું જ પડશે.
વધુ વાંચો: BAFTA Film Awards 2024: 'Openheimer'એ જીત્યા સૌથી વધુ એવોર્ડ, દીપિકાનો લુક બન્યો ચર્ચાની વિષય
ADVERTISEMENT
ક્યારે રિલીઝ થશે મહારાની 3?
મહારાની 3 જોવા માટે લોકોએ હવે વધુ રાહ નહીં જોવી પડે. આ સીરીઝ 7 માર્ચનાં રોજ OTT એપ સોની લિવ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ સીરીઝની દ્વિતીય સીઝન 2022માં જ્યારે પ્રથમ સીઝન 2021માં રિલીઝ થઈ હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.