બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Rakul Preet Singh Jackky Bhagnani Wedding in Goa they organize the grand reception party
ADVERTISEMENT
બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ ઘણા વર્ષોથી નિર્માતા-એક્ટર જેકી ભગનાનીને ડેટ કરી રહી છે. ટૂંક સમયમાં બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો બંને 21 ફેબ્રુઆરીએ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કરશે. પીએમ મોદીની અપીલ બાદ બંનેએ લગ્ન સ્થળ બદલી નાખ્યું. હવે સમાચાર આવી રહ્યા છે કે રકુલ અને જેકી બંને મુંબઈમાં તેમના લગ્નનું ભવ્ય રિસેપ્શન યોજવાના છે.

ADVERTISEMENT
રિપોર્ટ્સ અનુસાર રકુલ અને જેકી 21 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા પછી બીજા દિવસે 22 ફેબ્રુઆરીએ મુંબઈમાં લગ્નનું રિસેપ્શન યોજશે. 19 ફેબ્રુઆરી અને 21 ફેબ્રુઆરી, 2024ના રોજ ગોવામાં તેમના લગ્નના ફંક્શનનો આનંદ માણશે. આ કપલ તેમના મિત્રો અને નજીકના પરિવારના સભ્યોની હાજરીમાં સાત ફેરા લેશે.
અહેવાલ મુજબ, કપલના લગ્નનું રિસેપ્શન ખૂબ જ ભવ્ય હોવાની અપેક્ષા છે જેમાં બોલિવૂડ અને સાઉથની હસ્તીઓ હાજરી આપી શકે છે. સાથે જ રિસેપ્શનની ગેસ્ટ લિસ્ટમાં ઘણી સેલિબ્રિટી, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર સામેલ થવાની આશા છે.
ADVERTISEMENT
રિસેપ્શન માટે પસંદ કરાયેલ સ્થળ મુંબઈના હાઈપ્રોફાઈલ સ્થળો પૈકીનું એક છે. ગેસ્ટ લિસ્ટમાં નજીકના મિત્રો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત લોકોનો સમાવેશ થાય છે. સલમાન ખાન, અજય દેવગન, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, કરણ જોહર, અનિલ કપૂર, અરશદ વારસી, પૃથ્વીરાજ સુકુમારન, નાગા ચૈતન્ય, આયુષ્માન ખુરાના, માનુષી છિલ્લર, અલાયા એફ, કરિશ્મા કપૂર, અલ્લુ અર્જુન, રામ ચરણ, મહેશ બાબુ જેવા કલાકારો ગેસ્ટ લિસ્ટમાં સામેલ છે.
વધુ વાંચો: આખરે વિદેશમાં લગ્ન કેમ કરે છે ભારતીય સેલિબ્રિટી? રાહત ફતેહ અલી ખાને ખોલ્યું પાકિસ્તાન કનેક્શન
ADVERTISEMENT
રકુલ અને જેકી છેલ્લા છ મહિનાથી તેમના લગ્નની યોજના બનાવી રહ્યા હતા. ગોવામાં લગ્ન કરવાનું નક્કી કર્યા પહેલા બંનેએ મધ્ય પૂર્વમાં એક સ્થળ નક્કી કર્યું હતું, જ્યાં તેઓ લગ્ન કરવાના હતા. પરંતુ વિદેશીને બદલે તેઓએ ભારતમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાનું પસંદ કર્યું. રિપોર્ટ્સનું માનીએ તો પીએમ મોદીએ થોડા સમય પહેલા લોકોને વિદેશના બદલે ભારતમાં ઉજવણી કરવાનો નિર્ણય લેવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ ભારતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આવું કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.