ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / rakshabandh ideal time to celebrate and importance of rakshabandhan

રક્ષાબંધન / ભાઈ બહેનના પવિત્ર સંબંધનું પર્વ, જાણો કયા સમયે બાંધવી જોઈએ રાખડી, 474 વર્ષ બાદ આવ્યો વિશિષ્ટ મહાસંયોગ

Published By: Mayur

Last Updated: 08:58 AM, 22 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ભાઈ બહેનના પવિત્ર સંબંધનું પર્વ છે. આજે વર્ષો બાદ વિશિષ્ટ સંયોગ બન્યો છે. જાણો શું છે આ સંયોગ અને રાખડી બાંધવાનો સાચો સમય કયો?

ADVERTISEMENT

આજે રવિવાર, માસ શ્રાવણ, પક્ષ શુક્લ અને રક્ષાબંધનનું પર્વ છે. આજનો શુભ અંક છે 4 અને આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી. આજે ભાઈ બહેનના પવિત્ર સંબંધનું પર્વ છે. 


આ હશે રક્ષાબંધનમાં શુભ મૂહુર્ત 
આ વખતે રક્ષાબંધન પર સવારે 5.50થી લઈને સાંજે 6.03 સુધી શુભ મુહૂર્ત છે એટલે તમે આ સમયે કોઈ પણ સમયે રાખડી બાંધી અથવા બંધાવી શકો છો. જ્યારે ભદ્ર કાળ 23 ઓગસ્ટની સવારે 5 વાગીને 34 મિનિટથી 6 વાગીને 12 મિનિટ સુધી રહેશે. આ દિવસે શુભ યોગ સવારે 10 વાગીને 34 મિનિટ સુધી રહેશે અને ધનિષ્ઠા નક્ષત્ર સાંજે 7 વાગીને 40 મિનિટ સુધી રહેશે. એવું કહેવામાં આવે છે કે ઘનિષ્ઠા નક્ષત્રમાં પેદા થનાર લોકોના પણ ભાઈ-બહેન સાથે સંબંધ ખાસ હોય છે.  

જાણો શું છે ધનિષ્ઠા નક્ષત્ર? 
જો કે  સામાન્ય રીતે રક્ષાબંધનનો તહેવારે શ્રાવણ નક્ષત્રમાં જ આવે છે. જોકે આ વખતે આ શ્રાવણ પૂર્ણિમા પર ધનિષ્ઠા નક્ષત્રની સાથે ઉજવવામાં આવશે. જ્યોતિષિઓ અનુસાર આ વખતે રક્ષાબંધન ન પર ભદ્રાનો પડછાયો પણ નહીં રહે, માટે બહેન દિવસમાં ગમે ત્યારે રાખડી બાંધી શકશે. આ સમયે કુંભ રાશીમાં ગુરુની ચાલ વક્રી રહેશે અને તેની સાથે ચંદ્રમા પણ ત્યાં હાજર રહેશે. 

આજે શું કરવું? : શિવજી પર શેરડીના રસથી અભિષેક કરવો
આજે શું ના કરવું? : નકારાત્મક વિચારોથી દૂર રહો
આજનો મંત્ર: ઓમ ઉમામહેશ્વરાભ્યાં નમ:
આજનું દાન: ગરીબોને વસ્ત્રનું દાન કરવું

મેષ (અ.લ.ઇ.)  
કામકાજમાં પ્રસન્નતા જળવાઇ રહેશે
સ્નેહીના સંપર્કથી લાભ થશે
વ્યવસાયમાં વૃદ્ધિ થશે
પરિવારના સુખમાં વૃદ્ધિ થશે

વૃષભ (બ.વ.ઉ.) 
સરકારી કામમાં સફળતા મળશે
કરેલા કાર્યો ફળદાઇ બનશે
નોકરી બાબતે સારા સમાચાર મળશે
ધંધામાં લાભ મેળવી શકશો

મિથુન  (ક.છ.ઘ.) 
કામમાં નિરાશાનો અનુભવ થશે
સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે
ઇષ્ટમિત્રોનો સહયોગ મળશે
ધર્મપ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે

કર્ક (ડ.હ.) 
ધન અને માનનો વ્યય જણાશે
નોકરીમાં પરેશાની રહેશે
માનસિક તણાવ જણાશે
વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે

સિંહ (મ.ટ.) 
દરેક કામકાજમાં સફળતા મળશે
ધંધામાં નવી તકો મળશે
નોકરીમાં બઢતીની તકો મળશે
પારિવારિક સબંધોમાં લાભ થશે

કન્યા (પ.ઠ.ણ.) 
ધંધાનાં કામમાં સફળતા મળશે
પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો
આત્મવિશ્વાસમાં વધારો થશે
ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે

તુલા (ર.ત.) 
ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે
નવા સબંધોમાં નિરાશા જણાશે
નોકરીમાં નવી તકો મળશે
સંતાનપક્ષે શુભ સમાચાર મળશે

વૃશ્ચિક (ન.ય.) 
પરિશ્રમ પછી પણ કામ અધુરુ જણાશે
સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલીત જણાશે
નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે
વ્યવસાયમાં ધનલાભ થશે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આજે ભાગ્ય અનુકુળ જણાય છે
રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે
વિકાસના કાર્યોમાં ગતિ આવશે
દિવસ આનંદમાં પસાર થશે

મકર (ખ.જ.) 
વાદ-વિવાદના કામથી બચવુ
આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે
ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે
પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે

કુંભ (ગ.શ.ષ.સ.) 
કામની સફળતામાં ખુશી અનુભવશો
નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે
સ્વજનોનો સહયોગ મળશે
ધંધામાં સુધારો જોવા મળશે

મીન (દ.ચ.ઝ.થ.
માનસિક તણાવ જણાશે
કામમાં મધ્યમ સફળતા મળશે
વિરોધીઓથી સાવધાન રહેવું
નિરાશાથી દૂર રહેવું

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope brother sister rakshabandhan રક્ષાબંધન રાશિ ભવિષ્ય RakshaBandhan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ