ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / Rajkummar Rao Shared His Parents Reaction When He Told Them He Stripped In Film

ખુલાસો / આ એક્ટરે ફિલ્મોમાં આપ્યા છે ન્યૂડ સીન, જ્યારે પરિવારને ખબર પડી ત્યારે આવું હતુ રિએક્શન

Published By: Juhi

Last Updated: 11:27 AM, 30 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ એક્ટર રાજકુમાર રાવ હાલમાં પોતાની ફિલ્મ 'મેડ ઇન ચાઇના' ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે એક્ટ્રેસ મૌની રૉય લીડ રોલમાં જોવા મળી રહી છે. હાલમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા માટે અલગ-અલગ જગ્યા જઇ રહી છે. પ્રમોશન દરમિયાન એકટર રાજકુમાર રાવે પોતાની પર્સનલ લાઇફથી જોડાયેલો એક એવો કિસ્સો સંભળાવ્યો જેનાથી ત્યાં હાજર રહેલા તમામ લોકો ચોંકી ગયા.

ADVERTISEMENT

રાજકુમાર રાવ તાજેતરમાં જ એક્ટ્રેસ નેહા ધુપિયાના ચેટ શોમાં પહોંચ્યો હતો, જ્યાં તેમણે પોતાની ફિલ્મી સફર અને એક્ટિંગને લઇને ઘણી વાતો કરી. રાજકુમાર રાવે વર્ષ 2010માં દિબાકર બેનર્જીની ફિલ્મ 'લવ સેક્સ ઔર ધોખા' થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ પછી તેણે બોલિવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યુ અને ન્યૂડ સીન પણ આપ્યા. ન્યૂડ સીન પર વાત કરતા રાજકુમાર રાવે એક કિસ્સો સંભળાવ્યો હતો.

રાજકુમાર રાવે એક કિસ્સો સંભળાવતા કહ્યુ કે, પોતાની પહેલી ફિલ્મમાં ન્યૂડ આપવાને લઇને પોતાના પરિવારને વાત કરી અને તેમનાા રિએક્શન વિશે જણાવ્યુ. પોતાની પહેલી ફિલ્મ વિશે વાત કરતા રાજકુમાર રાવે કહ્યુ કે,  'લવ સેક્સ ઔર ધોખા' ની શૂટિંગના 2 દિવસ પછી દિબાકર બેનર્જીને મળ્યો અને તેમણે કહ્યુ કે, શું તું જાણે છે કે ફિલ્મમાં એક સીન એવો પણ છે જેમાં ત્યારે ન્યૂડ થવાનો છે. મને થોડો સમય લાગ્યો સમજવા માટે કે તેઓ શું કહી રહ્યા છે અને આ પછી મેં કહ્યુ ઠીક છે, આ મારું કામ છે.  આ પછી મેં વિચાર્યુ કે મારે મારા માતા-પિતા અને પરિવારને જણાવવું પડશે. 

રાજકુમાર રાવે આગળ કહ્યુ કે, ''હું થોડો પરેશાન થઇ ગયો. મેં મારા પરિવારના લોકોને કહ્યુ કે, મેં જણાવ્યુ નહી કે મને ફિલ્મ મળી છે. આ સાંભળીને બધા ખુશ થઇ ગયા અને પછી મેં કહ્યુ કે, ફિલ્મમાં મારે એક ન્યૂડ સીન આપવાનો છે, તેઓ ચોંકી ગયા કે શું? પછી મેં કહ્યુ કે મારે ન્યૂડ થવું પડી શકે છે આ પછી મેં તેમણે સમજાવ્યુ કે, માત્ર પાછળથી ન્યૂડ થવાનું છે સામેથી નહી. આ સાંભળીને તેઓ માની ગયા અને પછી આગળ કોઇ વાત ના કરી.''

રાજકુમાર રાવે પોતાના કરિયરમાં જેટલી પણ ફિલ્મો કરી છે તેમાં તે પોતાની એક્ટિંગની મદદથી ક્રિટિક્સની સાથે સાથે ઓડિયન્સને પણ પસંદ આવે છે. દિવાળી પર રિલીઝ થયેલી ફિલ્મ 'મેડ ઇન ચાઇના' ફિલ્મને ઓડિયન્સ ખૂબ જ પસંદ કરી રહી છે.  'મેડ ઇન ચાઇના' માં રાજકુમાર રાવ અને મૌની રૉય સિવાય બમન ઇરાની, પરેશ રાવલ, ગજરાજ રાવ, અમાયરા દસ્તૂર અને સુમીત વ્યાસ જેવા સ્ટાર્સ લીડ રોલમાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Entertainment Rajkumar Rao Expose

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ