બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / Rajkumar Rao Stood For 7 Hours Outside Shahrukh Khan House Mannat To See Him
નેહા ધુપિયાના ફેમસ ટૉક શો 'નો ફિલ્ટર વિથ નેહા' માં રાજકુમાર રાવ પોતાની અપકમિંગ ફિલ્મ મેડ ઇન ચાઇનાનું પ્રમોશન કરવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન વાતચીત કરતા રાજકુમારે જણાવ્યુ કે, ''શાહરૂખની એક ઝલક મેળવવા માટે હું મન્નતની બહાર 6-7 કલાક ઉભો રહેતો હતો. જોકે, એ વખતે હું ક્યારેય શાહરૂખને જોઇ શક્યો ન હતો, પરંતુ કિંગ ખાનની પત્ની ગૌરીની ઝલક જોવા મળ્યા તો પણ હું ખુશ થઇ જતો હતો.'' જોકે રાજકુમારે આગળ જણાવ્યુ કે, ''શાહરૂખ ખાનને હું મહેબૂબ સ્ટૂડિયોમાં એક ફિલ્મની શૂટિંગ દરમિયાન મળ્યો હતો.''
ADVERTISEMENT
I got the opportunity to perform with my idol @iamsrk. I love you sir. One must believe and work hard towards their dreams because they do come true 😇🙏❤️ https://t.co/Gv0vzYlumy
— Rajkummar Rao (@RajkummarRao) April 13, 2019
ADVERTISEMENT
રાજકુમાર રાવે કહ્યુ કે, ''જ્યારે બોલિવુડમાં નામ બનાવી ચૂક્યો હતો અને મહેબૂબ સ્ટૂડિયોમાં શૂટિંગ કરી રહ્યો હતો તે સમયે શાહરૂખ ખાન ત્યાં જ શૂટિંગ કરી રહ્યા હતા તે અંગેની જાણકારી મળતા તમામ કામ છોડીને શાહરૂખને મળવા માટે વેનિટી વેનમાં પહોંચી ગયો હતો. શાહરૂખ ખાનને મળ્યો ત્યારે તેઓ મારા માટે એટલું જાણતા હતા કે હું પોતે ચોંકી ગયો હતો. શાહરૂખ ખાને ખૂબ જ પ્રેમથી મારી સાથે વાત કરી હતી.''
ADVERTISEMENT
એક્ટરે આગળ કહ્યુ કે, ''આજે હું એવા સ્થાન પર પહોંચી ગયો છું કે, જ્યાં શાહરૂખ સાથે મારી સારી મિત્રતા છે. આજે હું શાહરૂખને મરજી થાય ત્યારે મેસેજ કે ફોન કરી શકે છે. અમે એકબીજાના સારા મિત્રો છીએ. શાહરૂખ ખાન રિયલ લાઇફમાં ખૂબજ ન્ર છે અને હંમેશા પોતાના મિત્રોનું ખ્યાલ રાખે છે.''
ઉલ્લેખનીય છે, રાજકુમાર રાવને ફિલ્મફેર અવોર્ડ્સમાં શાહરૂખ સાથે ડાન્સ કરવાનો મોકો મળ્યો હતો ત્યારે ખુશીનો પાર નહોતો રહ્યો. રાજકુમારે એ વખતે ટ્વીટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.