ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Rajasthan Alwar Government Teacher Ramesh Chandra Meena Reached Village By Helicopter

અનોખું / પત્નીની ઇચ્છા પુરી કરવા સરકારી શિક્ષક ઘરે પહોંચ્યા હેલિકોપ્ટરમાં, જાણો કેટલો થયો ખર્ચો

Published By: Juhi

Last Updated: 02:40 PM, 1 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના અલવર જિલ્લામાં રહેનારા સરકારી શિક્ષક રમેશ ચંદ્ર મીણાની પત્ની સોમતીની ઇચ્છા હતી કે, ''તેઓ પતિની સાથે હેલિકોપ્ટરનમાં મુસાફરી કરે અને આકાશમાંથી સુંદર ધરતીને જુએ''

ADVERTISEMENT

રમેશ ચંદ્ર મીણા કોઇ કારણોસર પત્નીની ઇચ્છા પૂરી નહતા કરી શક્યા. જોકે શનિવારના રમેશ ચંદ્ર રિટાયર થઇ ગયા અને આ જ દિવસે તેમણે પોતાની પત્નીની આ ઇચ્છા પૂરી કરી.

રમેશ ચંદ્ર મીણાએ શનિવારે પોતાના રિટાયરમેન્ટ પછી હેલિકોપ્ટરમાં ઘરે પહોંચ્યા. મીણાએ આનંદદાયી અનુભવ વિશે જણાવતા કહ્યુ કે, ''મારી પત્નીની હેલિકોપ્ટરમાં બેસવાના સપનાને પૂરુ કર્યુ.'' રાજકીય ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય સૌરાઇમાં શિક્ષણ રમેશ ચંદ્ર મીણા શનિવારના રિટાયર થઇ ગયા, તેમણે શાળાથી પોતાના ગામ મલાવલી (લક્ષ્મણગઢ) જવા માટે હેલિકોપ્ટર બુક કરાવ્યુ હતુ. 

 

શાળામાંથી વિદાય પછી તેઓ પોતાની પત્ની સોમતી મીણા અને પૌત્ર અજયની સાથે હેલિકોપ્ટરમાં પોતાના ગામ પહોંચ્યા. રાજ્યમાં આ પહેલો કોઇ આવો કિસ્સો છે જેમાં કોઇ શિક્ષક રિટાયરમેન્ટ પછી હેલિકોપ્ટરથી ઘરે પહોંચ્યા હોય.  રમેશ ચંદ્ર મીણાએ કહ્યુ કે, ''એક દિવસ છત પર બેસીને પત્નીએ હેલિકોપ્ટર જોયુ અને પૂછ્યુ કે આમા બેસવાનો કેટલો ખર્ચ થશે? મેં વિચાર્યુ કે મારી પત્નીનું આ સપનું મારા રિટાયરમેન્ટના દિવસે પૂરુ કરું.'' 

ભીડ જોવા ઉમટી:
 રમેશ ચંદ્ર મીણાએ દિલ્હીની એક કંપનીમાંથી હેલિકોપ્ટર બુક કરાવ્યુ. આ ગ્રામિણ વિસ્તારમાં હેલિકોપ્ટર જોવા માટે ભીડ ભેગી થઇ. મીણા દંપતીએ સૌરાઇથી મલાવલી ગામની 22 કિલોમીટરની દૂરી હેલિકોપ્ટરથી કુલ મળી 18 મિનિટમાં પૂરા કરી. પોતાની પહેલી હવાઇ યાત્રામાં આનંદદાયક બતાવવા કહ્યુ રમેશ ચંદ્ર મીણાએ કહ્યુ કે, ''અમે બંને (દંપતી)એ પહેલી વખત હવાઇ યાત્રા કરી. આનંદ થયો.'' તેમને આગળ કહ્યુ કે, હેલિકોપ્ટર યાત્રા પર લગભગ 3.75 લાખ રૂપિયાનો ખર્થ થયો. રમેશ ચંદ્ર મીણાએ 34 વર્ષથી વધારે સમય શિક્ષક તરીકે સેવા આપી અને તેમના બંને દિકરા સરકારી સેવામાં છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Government Teacher national હેલિકોપ્ટર Innovatiom

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ