બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rainy conditions prevailed in most parts of the state following the forecast of the Meteorological Department

સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા / જામનગરમાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, દ્વારકાને પણ મેઘરાજાએ ઘમરોળ્યું, આ જિલ્લામાં બે દિવસ સુધી શાળાઓ બંધ

Malay

Last Updated: 07:27 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ બરાબરો જામ્યો છે. ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર મેહુલિયો મહેરબાન થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે.

  • સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી
  • જામનગરના કાલાવાડમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ
  • દરિયા કાંઠાના ગામોમાં પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત

જામનગર વરસાદના સમાચાર - હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ગીર-સોમનાથના સૂત્રાપાડા, જૂનાગઢના કેશોદ, રાજકોટના ધોરાજી સહિતના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ નોંધાયો છે. નદીઓમાં પૂર આવ્યાં છે અને કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જામનગર અને દ્વારકા પણ આજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. જામનગરમાં 4 કલાકમાં 8 ઈંચ જેટલો વરસાદ પડતા લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ગુજરાત માટે હજી પણ ભારેથી અતિ ભારે વરસાદનો ખતરો ટળ્યો નથી અને આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભાર વરસાદ પડે તેવી શક્યતા છે.

જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 2 દિવસની રજા
ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં 2 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને DPEOએ પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, શાળાના આચાર્ય અને શિક્ષક સહિતના સ્ટાફે શાળામાં હાજર રહેવું પડશે.  

VNSGUની તમામ કોલેજોની બે દિવસની પરીક્ષા મોકૂફ
જૂનાગઢ ઉપરાંત સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. સુરત સહિત જિલ્લામાં ભારે વરસાદના કારણે VNSGUની તમામ કોલેજોની બે દિવસની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

જામનગરના ગ્રામ્યવિસ્તારોમાં આભ ફાટ્યું
જામનગરના કાલાવાડમાં આભ ફાટ્યું છે. કાલાવાડના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જામનગરના મુળીલા, બાલંભડી, નપાણીયા, ખીજડિયા ગામોમાં ભારે વરસાદ વરસાદ વરસી રહ્યો છે. મુળીલા ગામે 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે કાલાવડથી મુળીલા અને મુળીલાથી નપાણીયા જવાનો રસ્તો બંધ

કોડીનારમાં ધોધમાર વરસાદ
ગીર સોમનાથના કોડીનારમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે. આજે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે જિલ્લાના ડેમ અને નદી નાળા છલકાયા છે. દરિયા કિનારા નજીક વિસ્તારમાં બંધારો ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદથી દરિયા કાંઠાના ગામોમાં પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું છે.  ભારે વરસાદના કારણે ગામડાના રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી છે. 

દ્વારકામાં ધોધમાર વરસાદ
દ્વારકા પંથકમાં પણ જામ્યો વરસાદી માહોલ જામ્યો છે. દ્વારકાના ભોગાત ગામે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભોગાત ગામની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે.  વરસાદથી મગફળીના પાકને ફાયદો થશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ