બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:49 AM, 4 March 2021
ADVERTISEMENT
રાહુલે કહેવતોના માધ્યમથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું
રાહુલ ગાંધીએ ગુરુવારે ટ્વીટ કરતા કેટલીક કહેવતોના માધ્યમથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ આ ટ્વીટમાં ગત દિવસે અનુરાગ કશ્યપ, તાપસી પન્નુના ઠેકાણાઓ પર રેડ સાથે જોડીને જોવામાં આવી રહી હતી.
ADVERTISEMENT
कुछ मुहावरे:
— Rahul Gandhi (@RahulGandhi) March 4, 2021
उँगलियों पर नचाना- केंद्र सरकार IT Dept-ED-CBI के साथ ये करती है।
भीगी बिल्ली बनना- केंद्र सरकार के सामने मित्र मीडिया।
खिसियानी बिल्ली खंबा नोचे- जैसे केंद्र सरकार किसान-समर्थकों पर रेड कराती है।#ModiRaidsProFarmers
ADVERTISEMENT
ટ્વીટમાં લખ્યુ કે કેટલીક કહેવતો છે કે ...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યુ કે કેટલીક કહેવતો છે... આંગળીઓ પર નચાવવું- કેન્દ્ર સરકાર આ IT-CBI-EDની સાથે કરે છે. ડરેલી બિલાડી એટલે કે કેન્દ્ર સરકારની સામે મિત્ર મીડિયા. રાહુલ ગાંધીએ આગળ લખ્યું કે ખિસિયાની બિલ્લી ખંબા નોચે- જેમ કેન્દ્ર સરકાર ખેડૂત સમર્થકો પર રેડ કરાવે છે. #ModiRaidsProfarmers.
ADVERTISEMENT

અનેક વાર સોશિયલ મીડિયા પર મોદી સરકાર પર કર્યા છે રાહુલે પ્રહાર
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તરફથી સતત સોશિયલ મીડિયાના માધ્યમથી મોદી સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવે છે.એ પછી ચીનનો મુદ્દો હોય કે પછી અર્થવ્યવસ્થા સાથે જોડાયેલો કોઈ પણ મુદ્દો હોય.
શું છે મામલો
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ઈન્કમટેક્સની અનેક ટીમે મુંબઈ- પૂનામાં લગભગ 30 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. આ તમામ જગ્યાઓ અનુરાગ કશ્યરની કંપની ફેન્ટમ અને અન્ય કેટલીક ફિલ્મ પોડક્શન સાથે જોડાયેલી હતી. આ ઉપરાંત તાપસી પન્નુને મેનેજ કરનારી કંપનીના ઠેકાણા પર રેડ પાડી. તેમજ મધુ મંટેના અને વિકાસ બહલના ઘરે ઈન્કમટેક્સે દરોડા પડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ બીજા દિગ્ગજ લોકોના ઘરે ઇન્કમ ટેક્સ વિભાગ રેડ પાડી શકે છે.

મોડી રાત સુધી થઈ પૂછપરછ
આઈટી વિભાગે આ રેડ દરમિયાન અનેક કાગળોને ખંગોળ્યા, લેપટોપની તપાસ કરી. એટલું જ નહીં અધિકારીઓ પૂર્ણેમાં અનુરાગ અને તાપસીને મોડી રાત સુધી પુછપરઠ પણ કરતા રહ્યા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની પહેલા મહારાષ્ટ્ર સરકાર, મહારાષ્ટ્ર કોંગ્રેસ, શિવસેના સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ આને સરકારના બદલાની કાર્યવાહી ગણાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.