ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં નવા-જૂનીના એંધાણ? રાઘવજી પટેલ ગૃહમંત્રી અમિત શાહને મળ્યા, રાજનીતિમાં ગરમાવો

PHOTOS / ગુજરાતમાં નવા-જૂનીના એંધાણ? રાઘવજી પટેલ ગૃહમંત્રી અમિત શાહને મળ્યા, રાજનીતિમાં ગરમાવો

Last Updated: 10:40 PM, 25 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૃષિ મંત્રી રાઘવજી પટેલે દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે

ADVERTISEMENT

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હી ખાતે મુલાકાત કરતા રાજકીય ચર્ચાએ વેગ પકડ્યું છે. અત્રે જણાવી કે, એક તરફ ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની વરણી થવાની છે તો બીજી તરફ અનેક નેતાઓના દિલ્હીના આંટા ફેરા કરી રહ્યાં છે. તો વળી રાજકીય ચર્ચા વર્તુળમાં એવી પણ વાત થઈ રહી છે કે, ગુજરાત ભાજપ સંગઠનમાં નવા જૂની થઈ શકે છે.

AMIT AND RAGHVAJI 2

કૃષિ મંત્રી રાઘવજી પટેલની અમિત શાહ સાથે મુલાકાત

કૃષિ મંત્રી રાઘવજી પટેલે દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે, જે મુલાકાતને કેટલાક રાજકીય સૂત્રો શુભેચ્છા મુલાકાત કહી રહ્યાં છે, તો કેટલાક સૂત્રો રાજકીય ચહલ-પહલ થઈ શકે જે માટેની મુલાકાત ગણાવી રહ્યાં છે.

AMIT AND RAGHVAJIPROMOTIONAL 12

આ પણ વાંચો: ચાંદીપુરાનું ગુજરાતમાં ડરામણું રૂપ! આજે વધુ એક બાળકનું મોત, ચિંતાજનક આંકડા જાહેર

પ્રદેશ પ્રમુખની જાહેરાત ગમેત્યારે થઈ શકે ?

ગુજરાત ભાજપના નવા સુકાનીને લઈને હાલ કોંકડું ગુંચવાયેલું છે. રાજ્યના મુખ્યમંત્રી પટેલ હોવાથી પ્રદેશ પ્રમુખ માટે પાટીદાર સમાજ સિવાયનો ચહેરો પ્રથમ પસંદગી બને તેવું ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે. ગુજરાતની ઓબીસી સમાજની વૉટબેંકને ધ્યાને લઈને પ્રદેશ પ્રમુખ માટે પાર્ટીની પહેલી પસંદ ઓબીસી ચહેરો હોઈ શકે છે. સૂત્રો દ્વારા મળથી માહિતી પ્રમાણે હાલ ભાજપ હાઈ કમાન્ડ 3 ઓબીસી ચહેરા પર વિચારણા કરી રહ્યું છે. જેમાં પૂર્ણેશ મોદી, મયંક નાયક અને જગદીશ પંચાલના નામ મોખરે છે. હવે ગમેત્યારે નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ જાય તેવી વકી છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Raghavji Patel Amit Shah Gandhinagar News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ