ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 7 રૂપિયાનો શેર 1700એ પહોંચ્યો! 22000 ટકાનું આપ્યું રિટર્ન, દારૂ બનાવે છે કંપની

શેરમાર્કેટ / 7 રૂપિયાનો શેર 1700એ પહોંચ્યો! 22000 ટકાનું આપ્યું રિટર્ન, દારૂ બનાવે છે કંપની

Last Updated: 11:04 AM, 26 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈશ્વિક બજારમાં આવેલા ભારે ઘટાડાથી ગુરુવારે ભારતીય શેર બજારમાં અસર જોવા મળી. જો કે, બજાર બંધ થયું ત્યાં સુધીમાં સેન્સેક્સ 109 પોઈન્ટ ઘટીને 80,039 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 7 પોઈન્ટ ઘટીને 24,406 પર બંધ થયો હતો. જ્યારે બેંક નિફ્ટી 428 પોઈન્ટ ઘટીને 50,888 પર બંધ રહ્યો હતો. જો કે આ ઘટાડા વચ્ચે લિકર કંપનીઓના શેરમાં વધારો જોવા મળ્યો હતો.

ADVERTISEMENT

હકીકતમાં એક અહેવાલની અસર આ લિકર કંપનીઓના શેર પર પડી છે. તિલકનગર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ, યુનાઈટેડ બ્રેવરીઝ લિમિટેડ, રેડિકો ખેતાન લિમિટેડના શેર 8.48 ટકા વધીને રૂપિયા 262 થયા હતા. યુનાઈટેડ સ્પીટિસ 4.62 ટકા વધીને 1,449.45 રૂપિયા થયા હતા તેમજ યુનાઈટેડ બ્રુઅરીઝ 2.41 ટકા અને રેડિકો ખેતાન 1.29 ટકા વધીને 1,742.45 પર હતા.

આ શેરમાં કેમ તેજી આવી

એક રિપોર્ટ મુજબ, મુખ્યમંત્રી અને ચંદ્રબાબુ નાયડુ રાજ્યની આબકારી નીતિમાં ફેરફાર કરવા માગે છે. એમ કહી શકાય છે કે આ નવી નીતિ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ સાથે જ સ્થાનિક બ્રાન્ડની સાથે બહારની બ્રાન્ડનો પણ દારૂનો જથ્થો મંગાવી શકાશે. આ રિપોર્ટ આવતાની સાથે જ દારૂ કંપનીઓના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો.

રિપોર્ટ્સના અનુસાર, રાજ્ય સરકારના અધિકારીઓએ પહેલાથી જ લોકપ્રિય ડિસ્ટિલરી અને બ્રુઅરીઝ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સીએમ નાયડુએ રાજ્યની વિધાનસભામાં આબકારી વિભાગ અને દારૂની ખરીદી અને કિંમતો સંબંધિત મુદ્દાઓ પર શ્વેતપત્ર રજૂ કર્યું હતું.

વધુ વાંચોઃ- શેર બજારનો આજે કેવો મૂડ? બજેટની અસર હજુ પણ વર્તાઇ, આ શેરમાં નુકસાન જ નુકસાન

આ શેર 7 રૂપિયાથી વધીને 1700 રૂપિયા સુધી પહોંચ્યા

દારૂ બનાવતી કંપની રેડિકો ખેતાનના શેરે છેલ્લા કેટલાક વર્ષોમાં રોકાણકારોને મોટો નફો કરાવ્યો છે. 20 જાન્યુઆરીના રોજ તેના શેરનો ભાવ 7.62 રૂપિયા હતો પરંતુ હવે તે 1742 રૂપિયાના ભાવે પહોંચી ગયા છે. રેડિકો ખેતાને આ સમયગાળા દરમિયાન 22,760,89 જેટલું વળતર આપ્યું છે. જ્યારે એક વર્ષમાં તેને 25 ટકા વળતર આપ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

radico khaitan Stocke Market Busines
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ