બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / quarantine hotel sex scandal linked to coronavirus outbreak in australian city of melbourne

બેદરકારી / ક્વૉરન્ટાઇન સમયે હોટલમાં ચાલી રહ્યું હતું સેક્સ રેકેટ અને પછી જે થયું તેનાથી મચ્યો ખળભળાટ

Published By: Dharmishtha

Last Updated: 12:17 PM, 6 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકડાઉન અને સામાજિક અંતરને લગતા તમામ નિયમોનું ઉલ્લંઘન કરીને ચલાવવામાં આવતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર ઘટનાની તપાસ માટે જ્યૂડિશિયલ ઈન્કવાયરી શરૂ થઈ છે. એવો આરોપ છે કે કેટલીક હોટલોમાં ક્વોરેન્ટાઇનમાં રહેતા લોકોને યુવતીઓને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. અત્યાર સુધીમાં ફક્ત એક જ હોટલ સાથે જોડાયેલા 31 લોકો કોરોનાગ્રસ્ત જોવા મળ્યા છે.

  • હોટેલમાં ક્વોરેન્ટાઈન દરમિયાન ચાલતું હતુ સેક્સ રેકેટ,
  • હજારો લોકોને ચેપ લાગવાનો ખતરો 
  • ઓસ્ટ્રેલિયામાં ક્વોરેન્ટાઇન દરમિયાન સેક્સ કૌભાંડનો પર્દાફાશ

એક મીડિયાના અહેવાલ મુજબ મોટાભાગના આરોપીઓ આંતરરાષ્ટ્રીય કોન્ટ્રેક્ટ વર્કર્સ છે. જે દેશમાં આવ્યા હતા અને ક્વોરેન્ટાઇન નિયમો હેઠળ હોટલોમાં રોકાયા હતા. આ બધાને સામાજિક અંતરને અનુસરવા કડક આદેશો આપવામાં આવ્યા હતા. જોકે તેઓએ ન ફક્ત એકબીજા સાથે સંબંધ બાંધ્યા બલ્કે હોટલની મિલિભગતથી તેમને બહારની છોકરીઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. વિક્ટોરિયા પ્રશાસને આ ઘટનાની તપાસ માટે એક ટીમની રચના કરી છે અને 3 મિલિયન ડોલરનું બજેટ નક્કી કર્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ આખું સેક્સ કૌભાંડ મેથી જૂનના અંત સુધી ચાલતું હતુ અને આથી હજારો લોકોને ચેપ લાગવાની સંભાવના છે.

આંતરરાષ્ટ્રીય વર્કર્સને હોટલોમાં રાખવામાં આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે કોરોનાનો ચેપ ફાટી નીકળ્યા પછી ઓસ્ટ્રેલિયામાં કડક ક્વોરેન્ટાઈનના નિયમો લાગુ થયા હતા અને વિદેશથી આવતા દેશના નાગરિકો સિવાય બધાને 14 દિવસ હોટલમાં રોકાવું ફરજિયાત હતુ. આ હોટલોની વ્યવસ્થા ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ સેક્સ રેકેટ મેલબોર્નની સ્ટેમફોર્ડ પ્લાઝા હોટલમાં બહાર આવ્યું હતું. અહીં અત્યાર સુધીમાં 31 લોકોને ચેપ લાગ્યો છે. આ સિવાય આ કેસની તપાસ દરમિયાન સ્વાસટન હોટલ અને અન્ય ત્રણ હોટલના નામ પણ સામે આવ્યા છે.

તપાસમાં બહાર આવ્યું છે કે ક્વોરેન્ટાઇનના લોકોએ હોટેલમાં રોકાતા અન્ય મહેમાનો સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને છોકરીઓ પણ બહારથી આવી હતી. આરોપ છે કે હોટેલ ગાર્ડ્સને ક્વોરેન્ટાઇનના નિયમો માટે કોઈ તાલીમ આપવામાં આવી ન હતી. જો કે હોટલોએ નિવેદન આપતા જણાવ્યું છે કે આ કેસમાં વધારી ચઢાવીને રજુ કરાઈ રહ્યો છે. અહીં ફક્ત 2 કેસ છે જેમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Australia Hotel quarantine sex scandal ઓસ્ટ્રેલિયા ક્વોરેન્ટાઈન સેક્સ રેકેટ quarantine

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ