બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:39 PM, 7 April 2024
'પુષ્પા 2'ને લઈને ભારે ચર્ચા છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંડન્નાના લુક્સ સામે આવ્યા છે. હવે તેનું ટીઝર આવવાનું છે. તે પહેલા મેકર્સે દર્શકોનો ઉત્સાહ વધારવા માટે એક નવું પોસ્ટર પણ રિલીઝ કર્યું હતું. જેમાં અલ્લુ અર્જુન ફુલ સ્વેગમાં છે. તે સિંહાસન પર બેઠો છે અને તેના હાથમાં કુહાડી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ટીઝર ક્યારે આવશે
અલ્લુ અર્જુને જાંબલી રંગનો પ્રિન્ટેડ શર્ટ પહેર્યો છે. બેકગ્રાઉન્ડમાં ઘણા લોકો ઉભા છે જો કે તેમના ચહેરા ઝાંખા છે અને સમગ્ર ધ્યાન અલ્લુ અર્જુન પર છે. તેણે લાલ રંગના ચશ્મા પહેર્યા છે અને ચશ્મા ઉપર જોઈ રહ્યો છે. ફિલ્મનું ટીઝર આવતીકાલે એટલે કે 8 એપ્રિલે સવારે 11.07 વાગ્યે રિલીઝ થશે. અભિનેતાએ પોસ્ટર સાથે લખ્યું, '#Pushpa2TheRule ટીઝર આવતીકાલે સવારે 11.07 વાગ્યે.'
ADVERTISEMENT
#Pushpa2TheRule Teaser out on April 8th, 2024!!! pic.twitter.com/ivTN2CJZBh
— Allu Arjun (@alluarjun) April 2, 2024
ADVERTISEMENT
વધુ વાંચો : 'એક ચાહકે હાથમાં બ્લેડ રાખી હતી અને..' ફિલ્મના પ્રમોશન દરમિયાન અક્ષય કુમારે શેર કર્યો વિચિત્ર કિસ્સો
આ દિવસે ફિલ્મ સિનેમાઘરોમાં આવશે
ADVERTISEMENT
અલ્લુ અર્જુન ઉપરાંત 'પુષ્પા 2'માં ફહાદ ફાસિલ અને રશ્મિકા મંદાનાના છે. સુકુમારે ફિલ્મ લખી હતી. તે તેના નિર્દેશક પણ છે. રોકસ્ટાર દેવી શ્રી પ્રસાદે 'પુષ્પાઃ ધ રાઇઝ'માં હિટ ગીતો આપ્યા હતા. સિક્વલમાં પણ તેમનું સંગીત છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ, 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે. તે તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ અને હિન્દી ભાષાઓમાં રિલીઝ થશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.