બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Akshay Kumar shared a incident said A fan had a blade and cut my hand

મનોરંજન / 'એક ચાહકે હાથમાં બ્લેડ રાખી હતી અને..' ફિલ્મના પ્રમોશન દરમિયાન અક્ષય કુમારે શેર કર્યો વિચિત્ર કિસ્સો

Megha

Last Updated: 03:14 PM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ના પ્રમોશન દરમિયાન અક્ષય કુમારે તેના ચાહકનો એક ખૂબ જ વિચિત્ર કિસ્સો શેર કર્યો હતો જેને સાંભળીને ટાઈગર પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

બોલિવૂડના ખેલાડીઓ અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ને લઈને ચર્ચામાં છે. અક્ષય અને ટાઈગરની આ એક્શન-થ્રિલર ફિલ્મ 10 એપ્રિલ 2024ના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થશે અને આ દિવસોમાં બંને સ્ટાર્સ બડે મિયાં છોટે મિયાંના પ્રમોશનમાં વ્યસ્ત છે. 

વેલકમ-3 માટે આટલા કરોડ રૂપિયા લઈ ફીસ લઈ રહ્યા છે અક્ષય કુમાર, આટલામાં તો  KGF બની જાય | Akshay Kumar is charging so many crores of rupees for film  Welcome-3

સાથે જ એ પણ જાણીતું છે કે અક્ષય અને ટાઈગર ઘણી રીલ્સ દ્વારા સાથે ફિલ્મનું પ્રમોશન પણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફનો એક ઇન્ટરવ્યુ દરમિયાન તેના ચાહકોનો એક ખૂબ જ વિચિત્ર કિસ્સો શેર કર્યો હતો જેને સાંભળીને ટાઈગર પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

કંઇ થયું તો ભારત બચાવશે, અમેરિકા નહીં', જાણો શા માટે અક્ષય કુમારે આપ્યું  આવું નિવેદન, કરી સરકારને અપીલ | If something happens, India will save, not  America Akshay Kumar ...

એક વાતચીત દરમિયાન જ્યારે અક્ષય કુમારને પૂછવામાં આવ્યું કે તેના જીવનમાંથી એક ફેન ઇન્ટરેક્શનનો એવો કિસ્સો જણાવે જેને તેઓ આજ સુધી ભૂલી શક્ય નથી. તો આ વિશે અક્ષય કુમારે કહ્યું, 'એકવાર હું ચાહકોની ભીડમાં ફેન સાથે સતત હાથ મિલાવી રહ્યો હતો ત્યારે મેં જોયું કે મારા હાથમાંથી ખૂબ લોહી વહી રહ્યું હતું. તેમાંથી કોઈ એક ચાહકે તેના હાથના નખમાં બ્લેડ ફસાવીને રાખી હતી અને તેની મદદથી હાથમાં કટ માર્યો હતો. 

વધુ વાંચો: અલ્લુ અર્જુનનો પુષ્પા 2 ના ટીઝરમાં જોવા મળશે અનોખો અંદાજ, સામે આવી નવી જાણકારી

ફિલ્મ વિશે વાત કરીએ તો અલી અબ્બાસ ઝફર દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત, અને વાશુ ભગનાની, દીપશિખા દેશમુખ, જેકી ભગનાની, હિમાંશુ કિશન મહેરા, અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્મિત, બડે મિયાં છોટે મિયાં' 2024ની ઈદના અવસરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, પૃથ્વીરાજ સુકુમારન, સોનાક્ષી સિંહા, અલાયા એફ, માનુષી છિલ્લર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Kumar Akshay Kumar news Bade Miyan Chote Miyan Bollywood News અક્ષય કુમાર Akshay Kumar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ