બ્રેકિંગ ન્યુઝ
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પા 2 આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક છે. ચાહકો આ ફિલ્મના નાનામાં નાના અપડેટ્સ પણ જાણવા ઉત્સુક લાગે છે. ફિલ્મ પુષ્પા ધ રાઇઝનો પહેલો ભાગ 2021માં રિલીઝ થયો હતો, ત્યારે બહુ ઓછાને ખબર હતી કે આ ફિલ્મ આવનારા દિવસોમાં સાઉથ ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી ફિલ્મોની યાદીમાં સામેલ થવા જઈ રહી છે. આ ફિલ્મ સતત હેડલાઈન્સમાં છે અને હવે તેના ટીઝરને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
ADVERTISEMENT
Let the #PushpaMassJaathara begin 💥
— Mythri Movie Makers (@MythriOfficial) April 2, 2024
𝗧𝗛𝗘 𝗠𝗢𝗦𝗧 𝗔𝗪𝗔𝗜𝗧𝗘𝗗 #Pushpa2TheRuleTeaser out on April 8th ❤️🔥❤️🔥
He is coming with double the fire 🔥🔥#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024.
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/GJRREyVF1f
ADVERTISEMENT
8મી એપ્રિલે સ્ટાર અને પુષ્પા ફેમ અલ્લુ અર્જુનનો જન્મદિવસ છે. આ ખાસ દિવસે પુષ્પાઃ ધ રૂલના મેકર્સ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવા જઈ રહ્યા છે. ફિલ્મના ટીઝરની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાહકો એ જોવા માંગે છે કે પુષ્પાના બીજા ભાગમાં અલ્લુ અર્જુનનો લુક કેવો છે..
This edit is lit!! 🔥🔥
— Pushpa (@PushpaMovie) April 5, 2024
Keep them coming! 💥💥#Pushpa2TheRule #Pushpa2TheRuleTeaser #PushpaMassJaathara https://t.co/umBz6Pe4ys
ADVERTISEMENT
એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ટીઝરમાં અલ્લુ અર્જુન એક્શન સિક્વન્સમાં સાડી અવતારમાં જોવા મળશે. અલ્લુ અર્જુનનો આ લુક ફિલ્મની જાત્રા સિક્વન્સનો એક ભાગ હશે. જાત્રા સિક્વન્સ ફિલ્મની ખાસિયત હોવાનું કહેવાય છે. જણાવી દઈએ કે આ પહેલા જ્યારે અલ્લુ અર્જુનનું પોસ્ટર રીલિઝ થયું હતું ત્યારે તેમાં પણ તે સાડીના લૂકમાં જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
Are you ready to experience goosebumps like never before? 😎🔥#Pushpa2TheRuleTeaser on April 8th ❤️🔥❤️🔥❤️🔥#PushpaMassJaathara 💥 pic.twitter.com/IO2UtvH7Di
— Mythri Movie Makers (@MythriOfficial) April 5, 2024
ADVERTISEMENT
ગયા વર્ષે પુષ્પા-2થી અલ્લૂ અર્જુનનું ફર્સ્ટ લુક પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યું હતું. પોસ્ટરમાં એક્ટર સાડી પહેરીને જોવા મળી રહ્યો છે અને તેમનો ચહેરો બ્લૂ અને લાલ રંગના રંગથી રંગાયેલો છે. તેમણે ભારે ટ્રેડિશનલ સોનાની જ્વેલરી પહેરી છે. હેવી મેકઅપ કર્યો છે. બંગડીઓ પહેરી છે. કાનમાં ઝુમકા અને નાકમાં નથ પણ પહેરી છે.
આ પણ વાંચોઃ '... તો હું જરૂરથી મેરેજ કરી લઈશ' સુષ્મિતા સેને લગ્ન કરવા પર કરી ખુલીને વાત
ADVERTISEMENT
જાણીતું છે કે પુષ્પા 2નું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. અલ્લુ અર્જુનને પહેલા ભાગ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. આવી સ્થિતિમાં સુકુમાર બીજા ભાગમાં કોઈ કસર છોડવા માંગતા નથી. આ ફિલ્મને લઈને પહેલાથી જ જબરદસ્ત હાઈપ બનાવવામાં આવી ચુક્યો છે. કહેવાય રહ્યું છે કે આ ફિલ્મમાં સામંથા રૂથ પ્રભુ અને સંજય દત્તનો કેમિયો થઈ શકે છે. આ ફિલ્મ આ વર્ષે 15 ઓગસ્ટે મોટા પડદા પર રીલીઝ થવા જઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.