બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / પંજાબની ધમાકેદાર જીત, ચેન્નઈને 18 રનથી હરાવ્યું, CSKનો સતત ચોથો પરાજય

IPL 2025 / પંજાબની ધમાકેદાર જીત, ચેન્નઈને 18 રનથી હરાવ્યું, CSKનો સતત ચોથો પરાજય

Last Updated: 11:20 PM, 8 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ કિંગ્સે ચેન્નાઈ સામે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો,પ્રથમ બેટિંગ કરતા પંજાબે ચેન્નાઇને 219 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ચેન્નાઇની ટીમે 201 રન કર્યા હતા.જેના જવાબમાં પંજાબની 18 રને જીત થઇ હતી

પંજાબ કિંગ્સે ચેન્નાઈ સામે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં બંને ટીમો કોઈપણ ફેરફાર વિના રમતી જોવા મળી હતી શરૂઆતમાં જ પંજાબની ટીમની વિકેટો પડી જતા પંજાબ સારી શરૂઆત પ્રાપ્ત કરી શક્યું ન હોતું પરંતુ પ્રિયાંશ આર્યાએ વિસ્ફોટક ઇનિગ્સ રમીને ટીમનો સ્કોર 200ને પાર પહોચાડ્યો હતો અને CSKને 220 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

CSK સ્કોર કાર્ડ

જો CSKના ટીમના સ્કોર કાર્ડની વાત કરવામાં આવે તો પાવરપ્લેમાં ટીમની કોઇ પણ વિકેટ પડી નહોતી અને ટીમ સારી સ્થિતીમાં હતી.

વધુ વાંચો: અમેરિકાએ ચીન પર ફોડ્યો 'ટેરિફ બોમ્બ' ટ્રમ્પે ઠોક્યો 104 ટકા ટેક્સ, આજ રાતથી લાગુ

ચેન્નાઇ તરફથી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલા રચિન રવિદ્રએ 23 બોલમાં 26 રનની ઇનિગ્સ રમી હતી,ડિવોન કોનવે 69 (49), કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ માત્ર 1 રન બનાવી શક્યા.તો શિવમ ડુબેએ 27 બોલમાં 42 રનની ઇનિગ્સ રમી હતી.

પંજાબ સ્કોર કાર્ડ

આ મેચમાં પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. પ્રભસિમરન સિંહ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો. કેપ્ટન શ્રેયસ ઐયરે 9 રન, માર્કસ સ્ટોઇનિસે 4, નેહલ વાઢેરા 9 અને ગ્લેન મેક્સવેલ માત્ર 1 રન બનાવી શક્યા. બીજી બાજુ પ્રિયાંશ આર્ય મજબૂત રીતે ઉભો હતો જ્યારે બીજા છેડે પંજાબના બેટ્સમેન આઉટ થઈ રહ્યા હતા. ત્યારબાદ લેફ્ટી બેટ્સમેન પ્રિયાંશને શશાંક સિંહનો સાથ મળ્યો. બંને વચ્ચે 34 બોલમાં 71 રનની ભાગીદારી થઈ અને સ્કોર 150ને પાર થઈ ગયો.

પ્રિયાંશ આર્યની સદી અને શશાંક સિંહની અડધી સદીની મદદથી, પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે 220 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર પંજાબે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 219 રન બનાવ્યા હતા. સીએસકે તરફથી ખલીલ અહેમદ અને રવિચંદ્રન અશ્વિને બે-બે વિકેટ લીધી. તો મુકેશ ચૌધરીને પણ સફળતા મળી.

PBKS vs CSK બંને ટીમોના પ્લેઈંગ 11

ચેન્નાઈ સુપર કિંગ્સ: રચિન રવિન્દ્ર, ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, મુકેશ ચૌધરી, ખલીલ અહેમદ, મથિશા પથિરાના.

પંજાબ કિંગ્સ: પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), શશાંક સિંઘ, માર્કસ સ્ટોઇનિસ, નેહલ વાધેરા, ગ્લેન મેક્સવેલ, માર્કો જેન્સન, અર્શદીપ સિંહ, લોકી ફર્ગ્યુસન, યુઝવેન્દ્ર ચહલ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2025 pbks vs csk match Priyansh arya batting
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ