ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / વરસાદના કારણે પંજાબ - કોલકાતાની મેચ ધોવાઈ, બંને ટીમને અપાયા 1-1 પોઈન્ટ

PBKS vs KKR / વરસાદના કારણે પંજાબ - કોલકાતાની મેચ ધોવાઈ, બંને ટીમને અપાયા 1-1 પોઈન્ટ

Published By: Nirav Kumar

Last Updated: 02:36 AM, 7 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2026ની 12મી મેચ વરસાદના લીધે ધોવાઇ ગઈ છે. વરસાદ છેક રાત્રે 10:30 વાગ્યાની આસપાસ બંધ થયો હતો. ત્યાર બાદ ગ્રાઉન્ડ ભીનું હોવાથી બંને ટીમને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

IPL 2026 ની 12મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાનારી હતી. પરંતુ વરસાદને કારણે આ મેચ ધોવાઈ ગઈ હતી. જેના લીધે બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. જેમાં KKR એ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

જ્યારે વરસાદ આવ્યો ત્યારે તે પહેલાં માત્ર 3.4 ઓવર જ રમાઈ હતી. આ વરસાદ રાત્રે 10:30 વાગ્યાની આસપાસ બંધ થયો હતો. પરંતુ ભીના મેદાનને કારણે અમ્પાયરોએ મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચ રદ થવાથી KKR ના પોઈન્ટ ટેબલમાં એક પોઈન્ટ અપાય હતા.

આ મેચ પહેલા KKR તેની પહેલી જીતની તલાશમાં હતી. કેમ કે, આ ટીમે તેની બંને શરૂઆતની મેચ  હારી છે. આ દરમિયાન પંજાબ કિંગ્સે તેની બંને શરૂઆતની મેચ જીતી હતી અને હવે તેના પાંચ પોઈન્ટ છે તેથી પંજાબ હવે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે.

  • વરસાદે બગાડી ગેમ

પહેલા બેટિંગ કરતા KKR ની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જેમાં ફિન એલનની વિકેટ બીજી ઓવરમાં પડી ગઈ હતી. એલને માત્ર 8 રન બનાવ્યા હતા. ત્યારબાદ કેમેરોન ગ્રીન 4 રન બનાવીને આઉટ થયો હતો. ચોથી ઓવરમાં વરસાદ આવ્યો હતો અને ત્યાર બાદ વરસાદ બંધ જ નહતો થયો. આથી મેચ રદ કરવાની ફરજ પડી હતી.  

  • પોઈન્ટ ટેબલમાં શું થયું?

આ મેચના પરિણામ બાદ પંજાબ હવે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. તેમના 3 મેચમાં 5 પોઈન્ટ થયા છે. આ દરમિયાન KKR 3 મેચમાં 1 પોઈન્ટ સાથે 8મા સ્થાને છે.

પંજાબ કિંગ્સ (પ્લેઇંગ ઇલેવન): પ્રભસિમરન સિંહ, શ્રેયસ ઐયર (કેપ્ટન), કૂપર કોનોલી, નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો જેન્સન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વિશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

વધુ વાંચો : IPLમાં વરસાદ આવવા પર કેવી રીતે નક્કી થાય મેચનું રિઝલ્ટ? જાણો BCCIનો નિયમ

કોલકાતા નાઈટ રાઈડર્સ (પ્લેઈંગ ઈલેવન): ફિન એલન, અજિંક્ય રહાણે (કેપ્ટન), કેમેરોન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી, રોવમેન પોવેલ, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, અનુકુલ રોય, નવદીપ સૈની, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 Kolkata Knight Riders Punjab Kings

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ