બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Provisional fees announced for state technical colleges including engineering

નિર્ણય / BREAKING: વાલીઓ અને વિદ્યાર્થીઓને જોરનો ઝટકો: FRCએ 101 કોલેજોની પ્રોવિઝનલ ફી કરી મંજૂર, જાણો ખિસ્સા પર પડશે કેટલો ભાર?

Malay

Last Updated: 10:48 AM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Education News: રાજ્યની એન્જિનિયરિંગ સહિતની ટેકનિકલ કોલેજોની ફાઈનલ ફીમાં વિલંબ થતાં FRCએ પ્રોવિઝનલ ફીમાં 10 ટકા સુધીનો આપ્યો વધારો, પ્રોવિઝનલ ફીના આધારે કોલેજો વિદ્યાર્થીઓ પાસેથી એક સેમેસ્ટરની ફી વસૂલી શકશે.

  • FRCએ 101 કોલેજોની પ્રોવિઝનલ ફી મંજૂર કરી
  • ફાઈનલ ફી માં વિલંબ થતા FRCએ ફી મંજૂર કરી 
  • ટેકનિકલ કોલેજોએ 233 ટકા સુધી ફી વધારો માગ્યો

રાજ્યની એન્જિનિયરિંગ સહિતની ટેકનિકલ કોલેજોની આગામી ત્રણ વર્ષ માટેની નવી ફી નક્કી કરવાની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે. અગાઉ રાજ્યની 500 ટેકનિકલ કોલજની 3 વર્ષની ફી જાહેર થઈ ચૂકી છે. જ્યારે 101 જેટલી કોલેજોએ 5 ટકા કરતા વધારે ફી વધારો માંગ્યો હોવાતી FRC (ફી રેગ્યુલેટર કમિટી) દ્વારા આ મામલે વિચારણા ચાલી રહી છે. ત્યારે FRCએ 101 કોલેજોની પ્રોવિઝનલ (કામચલાઉ) ફી જાહેર કરી છે. ફાઈનલ ફીમાં વિલંબ થતાં FRCએ પ્રોવિઝનલ ફી મંજૂર કરી છે.  FRCએ ટેકનિકલ કોલેજોને 10 ટકા સુધીનો ફી વધારો આપ્યો છે. હાલ પ્રોવિઝનલ ફીના આધારે વિદ્યાર્થીઓએ ફી ભરવાની રહેશે. નવી ફી નક્કી થયા પછી વધ-ઘટ સરભર કરવામાં આવશે. 

IIT મદ્રાસ બનશે ગ્લોબલ યુનિવર્સિટી, દુનિયાભરનાં દેશોમાં ખુલશે કોલેજ, સામેથી  મળ્યા આમંત્રણ | for global university iit madras off shore campus in  tanzania nepal sri lanka for ...
ફાઈલ ફોટો

એક સેમિસ્ટર માટે જ લેવાશે આ ફી
આ મામલે ફી રેગ્યુલેટર કમિટી (FRC)એ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, હાલ જાહેર કરવામાં આવેલી પ્રોવિઝનલ (કામચલાઉ) ફી કોલેજોએ વર્ષ 2023-24માં પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પાસેથી એક સેમેસ્ટર પૂરતી લેવાની રહેશે. બાદમાં FRC દ્વારા જે ફાઈનલ ફી જાહેર કરાશે તે પ્રમાણે જ કોલેજો ફી વસૂલી શકશે. જો આ ફી પ્રોવિઝનલ ફી કરતા વધારે હશે તો વાલીઓએ ઉપરની ફી કોલેજોમાં જમાં કરાવવાની રહેશે, જ્યારે ઓછી હશે તો કોલેજ ફીમાં વધધટ સરભર કરી આપશે.  

અગાઉ 500 કોલેજેને આપ્યો હતો 5 ટકા સુધીનો વધારો
આપને જણાવી દઈએ કે, અગાઉ ગુજરાતની ઈજનેરી, ફાર્મસી સહિતની કોલેજની વર્ષ 2023-24થી 2025-26ની ફી FRC દ્વારા જાહેર કરવામાં આવી હતી. ગુજરાતની 500 ટેકનિકલ કોલેજોની 3 વર્ષની ફી જાહેર કરવામાં આવી હતી. રાજ્યની કુલ 640 કોલેજોમાંથી 500 કોલેજોને 5 ટકા સુધીનો ફી વધારો માંગ્યો હોવાથી તેમને ફી નિયમન સમિતિએ એફિડેવિટના આધારે મંજૂરી આપી હતી. આ ઉપરાંત 76 કોલેજોએ ફી વધારો જ માગ્યો નહોતો.

ફાઈલ ફોટો

કોરોના મહામારીને કારણે ફી રાખવામાં આવી હતી યથાવત
કોરોના મહામારીના સમયગાળા દરમિયાન એટલે કે વર્ષ 2020થી 2023 દરમિયાન તમામ ટેકનિકલ કોલેજોએ ફીમાં વધારો કર્યો નહોતો, એટલે કે ફી યથાવત રાખી હતી. આ બ્લોક (2020-21, 2021-22 અને 2022-23)ની ફી જાહેર કરાઈ નહોતી. જેથી એન્જિનિયરિંગ, ફાર્મસી સહિતના વિવિધ અભ્યાસ ચલાવતી 640 કોલેજોની 2025-26 સુધીનું ફી માળખું નક્કી કરવા માટે ગત માર્ચ મહિનામાં દરખાસ્ત માંગવામાં આવી હતી.  આ કોલેજોની મૂળ ફીમાં 5 ટકાનો નોશનલ વધારો જે ગત બ્લોકમાં મળવાપાત્ર હતો, તેને ધ્યાને લઈને સમિતિએ આગામી ત્રણ વર્ષના બ્લોકની ફી નક્કી કરવાનો નિર્ણય લીધો હતો. 500 કોલેજોએ 5 ટકાનો વધારો માંગતા તેમની મંજૂરી અપાઈ છે. જ્યારે 76 કોલેજોએ કોઈ વધારો માંગ્યો નથી. તો 110 કોલેજોએ 5 ટકાથી વધું વધારો માંગ્યો હોવાથી આ મામલે નિર્ણય લેવામાં આવ્યો નહોતો.

110 કોલેજોએ માંગ્યો 5 ટકાથી વધું ફી વધારો
જ્યારે 110 કોલેજોએ 5 ટકા કરતા વધારે ફી વધારો માંગ્યો હોવાથી ટેકનિકલ કોલેજોની ફી નિયમન સમિતિ દ્વારા આ કોલેજો પાસે ત્રણ વર્ષના નાણાકીય હિસાબો માગવામાં આવ્યા છે. જેની ચકાસણી કર્યા બાદ સમિતિ દ્વારા ફી જાહેર કરાશે.  હાલ FRC દ્વારા આ કોલેજોની  પ્રોવિઝનલ (કામચલાઉ) ફી જાહેર કરાઈ છે. 10 કોલેજની પ્રોવિઝનલ ફી 1 લાખ કરતાં વધુ મંજૂર થઈ છે.
 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ