ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / અમિતાભ બચ્ચનની સાથે કામ કરનાર અભિનેતાની ઘાતકી હત્યા, જાણો શું છે સમગ્ર મામલો

મનોરંજન / અમિતાભ બચ્ચનની સાથે કામ કરનાર અભિનેતાની ઘાતકી હત્યા, જાણો શું છે સમગ્ર મામલો

Published By: Jinal Chauhan

Last Updated: 12:44 PM, 9 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિતાભ બચ્ચન સાથે કામ કરી ચૂકેલા અભિનેતા પ્રિયાંશુ ક્ષત્રિયની નાગપુરમાં હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, આરોપીએ અંગત ઝઘડાને કારણે પ્રિયાંશુનું ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી.

ADVERTISEMENT

અમિતાભ બચ્ચન સાથે કામ કરી ચૂકેલા અભિનેતા પ્રિયાંશુ ક્ષત્રિયની નાગપુરમાં હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, આરોપીએ અંગત અદાવતને કારણે પ્રિયાંશુનું ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા કરીને હત્યા કરવામાં આવી છે.

આ ઘટના નાગપુરના જરીપટકા પોલીસ સ્ટેશન વિસ્તારના નારા વિસ્તારમાં બની છે. પોલીસને મળેલી માહિતી મુજબ, બુધવારે રાત્રે લગભગ 1:30 વાગ્યે પ્રિયાંશુ ક્ષત્રિય ઘાયલ અને વાયરથી બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો.સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી ત્યારબાદ જરીપટકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેને મેયો હોસ્પિટલમાં દાખલ કર્યો હતો જ્યાં તપાસ બાદ ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો.

પોલીસ તપાસમાં શું બહાર આવ્યું?

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે પ્રિયાંશુ, જેને બાબુ છેત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની સામે અગાઉ ઘણા ગુનાહિત કેસ છે. તેની બહેન શિલ્પા છેત્રીની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે અને ધ્રુવ શાહુ નામના આરોપીની ધરપકડ કરી છે. પ્રારંભિક તપાસમાં હત્યા પાછળનું કારણ અંગત અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ સૈફ-કરીનાના લગ્નમાં ઉછળ્યો હતો 'લવ જેહાદ'નો મુદ્દો? અને પછી..., સોહાએ કર્યો ધડાકો

બાબુ છેત્રીની ભૂમિકા ભજવી હતી

અમિતાભ બચ્ચનની ફિલ્મ ઝુંડ વિજય બારસેની સત્ય ઘટના પર આધારિત હતી. જેમણે નાગપુરની ઝૂંપડપટ્ટીના બાળકો સાથે ફૂટબોલ ટીમ બનાવી હતી અને તેમને નવી ઓળખ અપાવી હતી. આ ફિલ્મમાં ઘણા સ્થાનિક યુવાનોએ અભિનય કર્યો હતો, જેમાં પ્રિયાંશુ ક્ષત્રિયનો પણ સમાવેશ થાય છે, જેમણે બાબુ છેત્રી નામના ફૂટબોલ ખેલાડીની ભૂમિકા ભજવી હતી.

પ્રિયાંશુ ક્ષત્રિય નાગપુરમાં રેલ્વે ટ્રેક પાસે મોટો થયો હતો. તેના પિતા મજૂરી કરતા હતા, અને તેને ત્રણ મોટી બહેનો હતી. રિપોર્ટ પ્રમાણે, તેને ડ્રગ્સની લત લાગી હતી જેના કારણે તે ટ્રેનમાંથી કોલસો ચોરી જેવા નાના ગુનાઓ કરવા લાગ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan movie actor murder Priyanshu Kshatriya murder Jhund actor killed

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ