બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / Priyanka Chopra and Nick Jonas buy house in Los Angeles for Rs 144 crore

બોલિવૂડ / પ્રિયંકા અને નિક આ જગ્યાએ બનાવશે પોતાના સપનાનું આલીશાન ઘર, 144 કરોડમાં ખરીદી જમીન

Noor

Last Updated: 12:32 PM, 14 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસને ઘર લેવાની વાત આવે તો તે ભવ્ય મહેલ જેવું હશે એવો વિચાર આવવો સ્વાભાવિક છે અને હવે આ કપલનું ઘર લેવાનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. લોસ એન્જલસના પાડોશમાં વસેલા એન્સીનો (Ensino)માં જમીન ખરીદવા જોનસ બ્રધર્સે ભારે ભરખમ રકમ ચૂકલી રિયલ સ્ટેટમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. વૉલ સ્ટ્રીટ જર્નલની એક રિપોર્ટ મુજબ પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનસે 2000 સ્કેવર ફૂટની જગ્યા 144 કરોડ રૂપિયામાં ખરીદી છે.

  • લોસ એન્જલસના એન્સીનોમાં ખરીદી 2000 સ્કેવર ફૂટની જમીન
  • ઘરમાં 11 બેડરૂમ અને મોટો આઉટડોર સ્પેસ હશે
  • પ્રિયંકાનું ઘર ખરીદવાનું સપનું થશે સાકાર

પ્રિયંકાના જેઠ-જેઠાણીએ પણ ખરીદી જમીન

જ્યારે પ્રિયંકાના જેઠ-જેઠાણી જો જોનસ અને પત્ની સોફી ટર્નરે 100 કરોડ રૂપિયામાં 1500 સ્કેવર ફૂટની જગ્યા ખરીદી છે. આ બંને જમીન એકબીજાથી આશરે 3 માઈલના અંતરે આવેલી છે, એટલે કે જો આ બંને ભાઈ અહીંયા પોતાના સપનાનું ઘર બનાવશે તો એકબીજાથી થોડી મિનિટોનું જ અંતર રહેશે. 

આલીશાન હશે પ્રિયંકા-નિકનું ઘર

એક રિપોર્ટ પ્રમાણે થોડાં સમયમાં જ તૈયાર થનારા પ્રિયંકાના આ ઘરમાં 11 બેડરૂમ, ઊંચી છત અને મોટો એવો આઉટડોર સ્પેસ હશે. જ્યારે સોફી અને જોનું ઘર થોડું નાનું હશે. તેમાં 10 બેડરૂમ અને 14 બાથરૂમ હશે. ઓગસ્ટમાં એવા સમાચાર આવ્યા હતા કે નિકે તેનું જૂનું ઘર વેચી દીધું છે અને તે એક નવા ઘરની શોધમાં છે. 

જૂના ઘરમાં નિક ઘણાં સમય સુધી એકલો રહ્યો હતો પણ હવે નવા ઘરમાં તે પ્રિયંકાની સાથે રહેશે. સાથે જ પ્રિયંકા અને નિક જોનસની પહેલી એનિવર્સિરીમાં પણ હવે થોડો જ સમય બાકી છે. તેમણે ડિસેમ્બર 2018માં રાજસ્થાન જોધપુરમાં લગ્ન કર્યા હતા. 

આ વર્ષે સપ્ટેમ્બરમાં પ્રિયંકા ચોપરાએ વૉગની સાથેના એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, તે એક નવું ઘર ખરીદવા માગે છે. 'નવું ઘર ખરીદવું અને બાળક લાવવું બંને મારી TO DO લિસ્ટમાં છે.' ઘર વિશે વાત કરતાં પ્રિયંકાએ કહ્યું કે ઘર મારા માટે એ જગ્યા છે જ્યાં હું એકદમ કમ્ફર્ટેબલ ફીલ કરું છું અને મારા નજીકના લોકો મારી આસપાસ હોય છે. 

પ્રિયંકાને બાળકો બહુ જ ગમે છે

બાળકો વિશે વાત કરતાં પ્રિયંકાએ કહ્યું કે, 'આગામી 10 વર્ષમાં હું બાળકો ઈચ્છું છું અને બની શકે કે તે પહેલાં પણ બાળક આવી જાય. મને બાળકો ખૂબ જ ગમે છે અને હું માતા બનવાનો અનુભવ કરવા માગું છું.' પ્રિયંકાએ છેલ્લે 'ધ સ્કાય ઈઝ પિંક' મૂવીમાં ફરહાન સાથે કામ કર્યું હતું, જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો કમાલ દેખાડી શકી નહીં. હવે તે ટૂંક સમયમાં We can be heroesમાં કામ કરતા દેખાઈ શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

144 Crore 144 કરોડ Bollywood Buy House Los Angeles Priyanka chopra ઘર પ્રિયંકા ચોપરા Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ