બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / બિઝનેસ / Private will be banned for document verification in bank

RBI / બેન્કો હવે લોન-ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પ્રાઈવેટ એજન્ટ રાખી શકશે નહીં

Ravi

Last Updated: 09:02 PM, 23 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગ્રાહકોની પ્રાઇવસી જાળવવા એક મોટું પગલું ભર્યું છે. આરબીઆઇએ બેન્કો દ્વારા આપવામાં આવતી લોનને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. હવે બેન્કો રિટેલ લોન આપવા માટે તેમજ ડીએસએ રાખી શકશે નહીં જેનો સીધો અર્થ થાય છે કે પ્રાઈવેટ એજન્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે

  • રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગ્રાહકોની પ્રાઇવસી જાળવવા એક મોટું પગલું ભર્યું 
  • પ્રાઇવેટ એજન્ટો એક મર્યાદિત દાયરામાં રહીને કામ કરે
  • કેટલાક બેન્કર્સ દ્વારા આ પગલાને બેન્કિંગ વિરોધી હોવાનું જણાવાયું છે

જે પ્રાઇવેટ એજન્ટ રાખવામાં આવતા હતા તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે 

આ નિર્ણય હેઠળ હવે બેન્કો રિટેલ લોન આપવા માટે તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ડાયરેક્ટ સેલિંગ એજન્ટ્સ (ડીએસએ) રાખી શકશે નહીં. આનો અર્થ સ્પષ્ટ છે કે આરબીઆઇએ બેન્કોને લોન આપવા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે પ્રાઇવેટ એજન્ટ રાખવામાં આવતા હતા તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે.

આરબીઆઇના આ પગલાને કેટલીક બેન્કોએ આવકાર્યું છે 

એક રિપોર્ટ અનુસાર આરબીઆઇનું માનવું છે કે આ પ્રાઇવેટ એજન્ટો એક મર્યાદિત દાયરામાં રહીને કામ કરે. આરબીઆઇનું માનવું છે કે KYC હેઠળ લોન લેનાર કોઇ પણ વ્યક્તિના અસલી ડોક્યુમેન્ટ ચેક કરાવવાનું કામ બેન્ક કર્મચારીઓએ સ્વયં જ કરવું જોઇએ. આરબીઆઇના આ પગલાને કેટલીક બેન્કોએ આવકાર્યું છે તો કેટલાક બેન્કર્સ દ્વારા આ પગલાને બેન્કિંગ વિરોધી હોવાનું જણાવાયું છે.

કેટલીક બેન્કોનું માનવું છે કે આ પગલાથી કામના બોજ તળે દબાયેલી બેન્કો પર વધુ જવાબદારી આવશે અને તેના કારણે લોન આપવાની પ્રક્રિયામાં વિલંબ થશે. આમ પણ લોન લેવાની પ્રક્રિયા ઘણી લાંબી હોય છે અને આરબીઆઈના આ નિર્ણયથી બેન્કોને લોન પ્રોસેસ કરાવવામાં વધુ સમય લાગશે.

આ પગલા પાછળનો હેતુ બેન્કિંગ સેક્ટરમાં ડેટા ચોરી જેવી ઘટના ઓછી કરવાનો છે 
 

જ્યારે આરબીઆઇનું કહેવું છે કે આ પગલા પાછળનો હેતુ બેન્કિંગ સેક્ટરમાં ડેટા ચોરી જેવી ઘટના ઓછી કરવા અને બેન્કોના ઓપરેશનલ ખર્ચને ઘટાડવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ અને કન્ઝ્યુમર ક્રેડિટ જેવી બેન્કોની રિટેલ કામગીરી ડીએસએ દ્વારા થાય છે. બેન્કોનું કહેવું છે કે આ કાર્ય દાયકાઓથી ચાલે છે કે જેઓ બેન્કોની રિટેલ લોન બુકમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ